Aapnu Gujarat
મનોરંજન

‘‘જૂડવા ૨” ૨૦૦ કરોડની કલબમાં થઇ સામેલ, અક્ષયની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે!

વરુણ ધવનની ફિલ્મ ”જૂડવા ૨” બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થયા બાદ આ ફિલ્મ જોતજાતોમાં ૨૦૦ કરોડની કલબમાં પણ સામેલ થઇ ગઇ છે.”જૂડવા ૨” ફિલ્મ રિલીઝ થયાના ત્રીજા સપ્તાહે પણ બૉક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી નવા-નવા રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની કમાણી વિશે જાણકારી આપતા નવા આંકડા શેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, વરુણ ધવનની ફિલ્મ ”જૂડવા ૨” એ દેશભરમાં ૧૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ”જૂડવા ૨” રિલીઝ થયાના ત્રીજા સપ્તાહે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. શુક્રવારે આ ફિલ્મ ૧.૭૨ કરોડ રૂપિયા, શનિવારે ૨.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રકારે શનિવાર સુધી પણ આ ફિલ્મે દેશભરમાં ૧૩૦.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ ઉપરાંત વિદેશી બૉક્સ ઓફિસના કલેકશનની વાત કરીએ તો ફિલ્મની કમાણીનો આંકડો ૨૦૦ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ ફિલ્મે દુનિયાભરમાં ૨૦૩.૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે, વરુણ ધવનની ફિલ્મ જૂડવા ૨ના બૉક્સ ઓફિસ કલેકશનને જોતા એમ લાગી રહ્યું છે કે, આ ફિલ્મ જલદી અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથાનો રેકોર્ડ તોડી શકે છે. વાસ્તવમાં તો વરુણની ફિલ્મે રિલીઝ થયાના ૧૬ દિવસની અંદર બૉક્સ ઓફિસ પર ૧૩૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પૂરો કર્યો છે. જ્યારે અક્ષયની ટૉયલેટ એક પ્રેમ કથા એ ૧૬ દિવસની અંદર કમાણી ૧૩૪ કરોડ રૂપિયાની કરી હતી.

Related posts

સુભાષ ઘાઇ પર મહિમા ચૌધરીએ લગાવ્યા ગંભીર આરોપ

editor

સલમાન ખાને ‘બીઇંગ સ્ટ્રોંગ’ બ્રાન્ડ લોન્ચ કરી

aapnugujarat

હોલિવુડની મશહૂર અભિનેત્રી લૂસી લિયુએ જાતિવાદ પર નિશાન સાધ્યું

editor

Leave a Comment

UA-96247877-1