Aapnu Gujarat
બિઝનેસ

ધનતેરસ પર જ્વેલર્સની આકર્ષક ઓફર, ઇએમઆઇ પર અપાશે જ્વેલરી

તહેવારોની સિઝનમાં અને ધનતેરસને ધ્યાનમાં રાખીને જો તમે સોના-ચાંદીની જવેલરી ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો દેશમાં અનેક એવાં જવેલર્સનાં શો-રૂમ છે કે જેને પોતાને ત્યાં અને ઓનલાઇન પણ સોના-ચાંદીનાં દાગીનાને લઇ ખૂબ જ સારી એવી ઓફર પણ ઉપલબ્ધ કરી છે. જેથી આપનાં પર પૈસાને લઇ કોઇ પણ પ્રકારનો વધારે બોજો પણ નહીં પડે.દેશની સૌથી મોટી જવેલર્સ કંપનીઓમાં પ્રસિદ્ઘ તનિષ્ક જવેલર્સે કૈરટલેનની સાથે મળી ઝીરો ટકા ઇએમઆઇની ઓફર આપી છે. આનાં આધારે રૂ.૧૫,૦૦૦થી પણ વધારે રૂપિયાની જવેલરીની ખરીદી પર ઇએમઆઇનો ફાયદો મળશે.એમાંય જો કોઇ ગ્રાહક ૧,૦૦૦ રૂપિયાથી લઇને ૧૫,૦૦૦ રૂપિયા સુધીની જવેલરીની ખરીદી કરશે તો એમને ’અત્યારે ખરીદી કરો અને પછી ચુકવણી કરો’ની ઓફર આપવામાં આવી છે.
જો કે હાલમાં આ સ્કીમ મુંબઇ, દિલ્હી-એનસીઆર, બેંગ્લુરૂ, હૈદરાબાદ, પુણે, ચેન્નઇ, અમદાવાદ અને કોલકાતા શહેરનાં લોકો માટે છે. દેશનાં અન્ય શહેરોમાં પણ આને જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. ઇ-કોમર્સ વેબસાઇટ ફિલપકાર્ટ, અમેઝોન અને સ્નેપડીલ પણ જવેલરીની ખરીદી પર કેશ અને ઓન ડિલીવરીનો ઓપ્શન આપી રહી છે.
જો કે આ વેબસાઇટનાં આધારે જવેલરી ખરીદવા પર માત્ર ડીસ્કાઉન્ટ જ મળશે. આ સાઇટ્‌સ પર કોઇ પણ પ્રકારની ઇએમઆઈ ઓફર ઉપલબ્ધ નથી. અમેઝોન પર સોનું અને ડાયમંડ જવેલરીની ખરીદી પર ૬૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.ઓનલાઇન જવેલરી શોપ વેલ્વેટ કેસ ડોટકોમની સાથે પણ ઇએમઆઇ પર જવેલરી ખરીદી શકો છો. કંપની રૂ.૧૫૦૦થી વધુની ખરીદી પર આ પ્રકારની ઓફર લઇને આવી છે.તહેવારોની સીઝનની શરૂઆતથી લઇને સોનાનાં ભાવ રૂ.૨૯,૦૦૦ના સ્તર પર હાલ જોવાં મળી રહ્યાં છે. જો કે ખુદરા બજારમાં સોનાનાં ભાવ હાલમાં પણ રૂ.૩૦,૦૦૦ના સ્તર પર ચાલી રહ્યાં છે. તાજેતરમાં જ સરકાર દ્વારા રૂ.૨ લાખથી વધારેની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત નહીં એવી જાહેરાત કર્યા બાદ જવેલર્સવાળાઓની ખુશીનો પણ પાર નથી રહ્યો.સોના-ચાંદીની ખરીદી પર જીએસટી સિવાય ૧૩ ટકા સુધી મેકિંગ ચાર્જ પણ આપવો પડશે. સાથે સોનાનાં સિક્કાની ખરીદી પર પણ કોઇ પણ પ્રકારની ઇએમઆઇ ઓફર આપવામાં આવેલ નથી. જો તમે સોનાનાં સિક્કાઓ ખરીદો છો તો તમારે પૂરા રૂપિયા ચુકવવા પડશે. આ ઓફર માત્ર સોનું, ચાંદી અને ડાયમંડની જવેલરી ખરીદવા પર જ મળી રહી છે.

Related posts

फ्लिपकार्ट को 17,231 करोड़ का घाटा

aapnugujarat

અદાણી વિલ્મર બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂરનું હસ્તાંતરણ કરશે

aapnugujarat

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1