Aapnu Gujarat
રમતગમત

શાંઘાઇ માસ્ટર્સની ફાઇનલમાં નડાલ ઉપર ફેડરરની જીત

સ્વિસ સ્ટાર રોજર ફેડરરે આજે શાંઘાઈ માસ્ટર્સમાં પોતાના નજીકના હરીફ અને વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. આની સાથે જ સ્પેનિશ સ્ટાર ઉપર આ વર્ષમાં પોતાની ચોથી જીત મેળવી હતી. અત્રે નોંધનીય છે કે, વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડી ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં આ વર્ષે નડાલ ઉપર જીત મેળવી હતી. આ ઉપરાંત મિયામી માસ્ટર્સની ફાઈનલમાં પણ જીત મેળવી હતી. રોજર ફેડરર એકમાત્ર એવો ખેલાડી છે જે હજુ પણ રાફેલ નડાલને રોકવાની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે. ફેડરરે આ વર્ષમાં કુલ છ ટ્રોફી જીતી લીધી છે. ફેડરરે એક કલાક અને ૧૨ મીનીટમાં નડાલ ઉપર જીત મેળવી હતી. સ્વિસ સ્ટાર હાલમાં જ રમાયેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડસ્લેમમાં ફેંકાઈ ગયો હતો જેથી નડાલ સામે રમવાની તેની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં રમાયેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ જોરદાર રોમાંચ સાથે પૂર્ણ થઇ હતી. એકબાજુ પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલે સિગલ્સમાં તાજ જીતી લીધો હતો. જ્યારે મહિલાઓના વર્ગમાં આ વખતે નવી વિજેતા ખેલાડી ઉભરીને સપાટી પર આવી હતી. મિક્સ્ડ ડબલ્સ અને મહિલા ડબલ્સમાં સ્વીસ સ્ટાર માર્ટિના હિન્ગીસે પ્રભુત્વ જમાવ્યુ હતું. રોમાંચ વગરની ફાઇનલ મેચમાં નડાલે કેવિન એન્ડરસન પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક તરફી રહી હતી. અનેક અપસેટ સર્જીને ફાઇનલમાં પહોંચેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. બીજી બાજુ સ્પેનિશ નંબર વન ખેલાડી નડાલે ધરખમ દેખાવ કર્યો હતો. તે ચોથી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમી રહ્યો હતો.

Related posts

अफरीदी ने एलओसी का दौरा किया : कुछ लोगों की समझ विकसित नहीं होती : गंभीर

aapnugujarat

વિમ્બલ્ડન ૨૦૧૭ : એન્ડી મરે સામ કેરી સામે હારી જતાં અપસેટ સર્જાયો

aapnugujarat

2028 के ओलम्पिक खेलों में शामिल किया जा सकता है क्रिकेट : ICC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1