Aapnu Gujarat
રમતગમત

વિમ્બલ્ડન ૨૦૧૭ : એન્ડી મરે સામ કેરી સામે હારી જતાં અપસેટ સર્જાયો

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જાતા ટેનિસ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ છે. એકબાજુ નોવાક જોકોવિક ઇજા થવાના કારણે સ્પર્ધામાંથી ખસી ગયો છે. જ્યારે પ્રથમ ક્રમાંકિત ખેલાડી બ્રિટનમાં એન્ડી મરેની સામ કેરી સામે હાર થઇ છે. તેન પાંચ સેટમાં હાર થઇ છે. વર્તમાન ચેમ્પિયન એન્ડી મરેને હાર આપીને શામ કેરીએ મોટો અપસેટ સર્જ્યો હતો. આ મેચ બે કલાક અને ૪૨ મિનિટ સુધી ચાલી હતી. આ મેચમાં એન્ડીની આઠ સર્વિસની સામે શામ કેરીએ ૨૭ એસ સર્વિસ ફટકારી હતી. સેન્ટરકોર્ટ પર રમાયેલી આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આની સાથે જ શામ કેરી સતત બીજા વર્ષે વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિનને હાર આપવામાં સફળ રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં શામ કેરીએ નોવાક જોકોવિકને હાર આપી હતી જ્યારે આ વખતે એન્ડી મરેને હાર આપી છે. આ મેચમાં શામ કેરીએ જોરદાર રમી રમી હતી. ૨૯ વર્ષીય શામ કેરી વર્ષ ૨૦૦૯ બાદ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં અંતિમ ચારમાં પહોંચનાર પ્રથમ અમેરિકી ખેલાડી બની ગયો છે. ૨૦૦૯માં છેલ્લે એન્ડી રોડ્ડિકે અંતિમ ચારમાં સફળતા મેળવી હતી. આ મેચમાં એન્ડી મરે ઉપર શામ કેરીએ ૩-૬, ૬-૪, ૬-૭, ૬-૧, ૬-૧થી જીત મેળવી હતી. જ્યારે સાત વખતના ચેમ્પિયન રોજર ફેડરરે ૧૨મી વખત વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં કુચ કરવામાં સફળતા મેળવી હતી. ફેડરરે રાવોનિક ઉપર ૬-૪, ૬-૨ અને ૭-૬થી જીત મેળવી હતી. હવે શામ કેરી સાતમાં ક્રમાંકિત મારિન સિલિક સામે રમશે. સિલિકે નડાલને પછડાટ આપનાર મુલર ઉપર ૩-૬, ૭-૬, ૭-૫થી જીત મેળવી હતી. થોમસ બર્ડિક સામેની મેચમાં તેને ઇજા થઇ હતી. આ મેચ ક્વાર્ટર ફાઇનલ હતી. હવે બર્ડિક સેમીફાઇનલમાં પ્રવેશી ગયો છે. એલ્બો ઇજાના કારણે તે સ્પર્ધામાંથી ખસી ગયો ત્યારે જોકોવિક ૭-૬, ૨-૦તી પાછળ હતો. અગાઉની મેચમાં પણ તેને સારવાર લેવાની જરૂર પડી હતી. બીજાી બાજુ બ્રિટીશ સ્ટાર મરેની પાંચ સેટમાં કેરી સામે હાર થઇ હતી. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડનમાં મહિલાઓના સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચેલી ચાર મહિલાઓ નક્કી થઇ ચુકી છે જેમાં વિનસ વિલિયમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુગુરુઝાનો પણ સમાવેશ થાય છે. હવે પુરુષ વર્ગમાં ટોચના ખેલાડીઓ આમને સામને આવનાર છે. જેથી આ મેચો પણ રોચક બની શકે છે. વિનસ વિલિયમ્સ હવે મહિલા સિંગલ્સ વર્ગમાં હોટફેવરિટ તરીકે ઉભરી ચુકી છે. રોજર ફેડરર હવે ગયા વર્ષના ફાઈનાલિસ્ટ કેનેડાના મિલોસ રાવોનીક સામે રમશે. રોજર ફેડરર માટે રસ્તો હવે સાફ થયો છે. કારણ કે તેના ત્રણ નજીકના હરિફ મરે, નડાલ અને જોકોવિકની હાર થઇ છે.

Related posts

Kerala Blasters beat ATK by 2-1

aapnugujarat

स्मिथ को कप्ताना बनाना चाहिए : पोंटिंग

aapnugujarat

US Open : सेरेना ने क्वार्टर फाइनल में बनाई जगह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1