Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નવી રાજધાની દિલ્હી-મુંબઈ વચ્ચે સોમવારથી શરૂ

રેલવે યાત્રીઓને મોટી રાહત મળી તે દિશામાં વધુ એક પહેલ કરવામાં આવી ચુકી છે જેના ભાગરુપે સોમવારથી દિલ્હી અને મુંબઈ વચ્ચે નવી સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. દિલ્હી અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરતા યાત્રીઓને ઝડપી અને સારી સુવિધા મળે તે હેતુ રાખવામાં આવ્યો છે. આ ટ્રેનમાં ફ્લેક્સી ભાડાની ઓફર જોવા મળશે. સેકન્ડ એસી અને થર્ડ એસીમાં આ ટ્રેન માટે ભાડા પ્રવર્તમાન મુંબઈ અને રાજધાનીના અગાઉના ક્લાસના મહત્તમ ફ્લેક્સી ભાડા કરતા ૧૯ ટકા સસ્તા રહેશે. રેલવે દ્વારા પહેલાથી જ બે રાજધાની આ બે મેટ્રો વચ્ચે દોડાવવામાં આવી રહી છે. બે રાજધાની ઉપરાંત આ બંને મેટ્રો વચ્ચે ૩૦થી વધુ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો પમ દોડવાવવામાં આવી રહી છે. નવી રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવ્યા બાદ પ્રવાસ સમય પ્રવર્તમાન ૧૫ કલાક ૫૦ મિનિટથી ઘટીને હવે ૧૩ કલાક ૫૫ મિનિટ થઇ જશે. આનો મતલબ એ થયો કે બે કલાકનો સમય બચી જસે. આ ટ્રેનમાં વધુ સારી સુવિધા રાખવામાં આવી છે. સ્પીડ પણ વધારે રાખવામાં આવી છે. નવી સર્વિસ શરૂ કરવામનાં આવ્યા બાદ તેની ચર્ચા યાત્રીઓમાં પણ છે. સપ્તાહમાં ત્રણ વખત આ સ્પેશિયલ સર્વિસ હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી અને મુંબઈ વચ્ચે વધુ ઝડપી રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આનાથી યાત્રીઓનો કિંમતી સમય બીચ જશે. યાત્રીઓને મોટી રાહત મળે તે માટે ટ્રાફિકના પીક કલાકોને ટાળવાના પ્રયાસ થઇ રહ્યા છે. નોકરી કરતા પ્રવાસીઓ પણ સમયસર ઓફિસ પહોંચી શકે તે માટે પણ કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ટ્રેન કોટા, વડોદરા અને સુરત સ્ટેશનો ઉપર જ રોકાશે. આનાથી લાભ વડોદરા અને સુરતના યાત્રીઓને પણ મળી શકશે જે વારંવાર મુંબઈ અને સુરત વડોદરા વચ્ચે તથા કોટા વચ્ચે યાત્રા કરતા રહે છે.

Related posts

भारत के मुरीद हुए चीन के मिलिट्री एक्सपर्ट

editor

ભાજપની વિચારધારા ખોટી અને લાલચ પર આધારિત : બધેલ

editor

२०१६ स्टिंग विडियो मामले में हरीश रावत के खिलाफ एफआईआर दर्ज करेगी सीबीआई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1