Aapnu Gujarat
શિક્ષણ

માસ કોપીના કેસમાં ૧૦૦ને ડીબાર કરતો નિર્ણય યથાવત

ાુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા એકસાથે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આચરાયેલા માસ કોંપીંગના કેસમાં વિદ્યાર્થીઓને ડીબાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જે નિર્ણય સામે વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં રિટ કરતાં સીંગલ જજે જીટીયુના નિર્ણય સામે સ્ટે આપ્યો હતો. જો કે, આ નિર્ણયથી નારાજ જીટીયુ તરફથી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવતાં ખંડપીઠે સીંગલ જજના સ્ટેને ઉઠાવી લીધો હતો. આ કેસની વિગત એવી છે કે, વિરમગામની કે.પી.ઠક્કર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માસ કોપી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જીટીયુ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં માલૂમ પડયું હતું કે, તમામ વિદ્યાર્થીઓએ લખેલા પ્રશ્નો એક સરખા જ હતા. એટલું જ નહી, પ્રશ્ન લખ્યા બાદ થયેલી ભૂલો પણ એકસરખી જ હતી. જેથી જીટીયુએ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ બાદ કસૂરવાર ૧૦૦ વિદ્યાર્થીઓને ડીબાર કરતો શિક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી જીટીયુના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની કારકિર્દીને ગંભીર અસર પહોંચે તેવી દુહાઇ નાંખી હતી. સીંગલ જજે અરજદાર વિદ્યાર્થીઓને રાહત આપી જીટીયુના વિદ્યાર્થીઓને ડીબાર કરવાના નિર્ણય સામે સ્ટે ફરમાવી દીધો હતો. જો કે, સીંગલ જજના આ હુકમથી નારાજ જીટીયુ સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં જીટીયુ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, જીટીયુની તપાસ સમિતિએ પૂરતી તપાસ અને ખરાઇના અંતે જ વિદ્યાર્થીઓને ડીબાર કર્યા છે. જો આવા ગંભીર કૃત્યોને હળવાશથી લેવાય તો તેની શિક્ષણજગતમાં અવળી અસરો પડે અને તેથી સીંગલ જજે ફરમાવેલો સ્ટે ન્યાયોચિત નથી, તેથી તે હુકમ હાઇકોર્ટે રદ કરવો જોઇએ. જીટીયુની દલીલ ગ્રાહ્ય રાખી ખંડપીઠે સીંગલ જજના સ્ટેના હુકમને સ્ટે કરી દીધો હતો. એટલે કે, સીંગલ જજનો સ્ટે હટાવી દીધો હતો.

Related posts

ધો. ૧૦ની માર્કશીટ વગર ૧૧માં પ્રવેશ આપવાનું શરૂ

editor

ગુજરાત સરકારે ટેટ-૧ અને ૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

aapnugujarat

ધો. ૧૦નું પરિણામ ૨૪ જૂન સુધી જાહેર થવાની સંભાવના

editor

Leave a Comment

UA-96247877-1