Aapnu Gujarat
શિક્ષણ

ધો. ૧૦ની માર્કશીટ વગર ૧૧માં પ્રવેશ આપવાનું શરૂ

રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને કોલેજ-યુનિવર્સિટીમાં માસ પ્રમોશનનો નિર્ણય કર્યો છે. જોકે બંને નિર્ણય સામે વિરોધભાસ ઉભો થયો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ ૧૧માં પ્રવેશનો મામલો ગૂંચવાયો છે. ધોરણ ૧૦ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વગર જ ધોરણ ૧૧ માં પ્રવેશ આપવો અયોગ્ય છે. આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું ક, ધોરણ ૧૦ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ ૧૧માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ ૧૧માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ ૧૧ માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી. સરકારે પણ ધોરણ ૧૧માં પ્રવેશ અને માર્કશીટ બાબતે જલ્દી સ્પષ્ટતા કરવી જોઈએ. આ વર્ષે બધા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી વાલીઓને પણ સારી સ્કૂલ મળશે કે કેમ તેનો ડર છે. તેથી સરકારે વર્ગવધારો આપવાનો નિર્ણય ઝડપથી લઈને વાલીઓને ઉકેલ આપવો જોઈએ. તો બીજી તરફ, ધોરણ ૧૦ ના માસ પ્રમોશનના નિર્ણયના કારણે સરકાર પોતે દ્વિધામાં મૂકાઇ ગઇ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધો.૧૧માં સમાવેશ કેવી રીતે કરવો. ૧૧ માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં દરેક જિલ્લામાં નવા વર્ગો શરૂ કરવા પડશે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે. શિક્ષણ વિભાગે ૧૧ સભ્યોની કમિટી બનાવી છે. ધો. ૯ અને ૧૦ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે ૮૦ માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના ૨૦ માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.

Related posts

ઇન્ડસ યુનિવર્સિટીનો ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

aapnugujarat

રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પૂરતી સ્કોલરશીપ મળશે

aapnugujarat

બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે : ગુલેરિયા

editor

Leave a Comment

UA-96247877-1