Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંત, અક્ષયની‘૨.૦’ના વીડિયોને કલાકોમાં ૨૪ લાખથી વધારે વ્યુ

ફિલ્મ અભિનેતા રજનીકાંત અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘૨.૦’ની ઝલક જોવાની જો તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તો આજે તેનો અંત આવ્યો છે. આ ફિલ્મ કેવી જોરદાર હશે તેનો વિડીયો શેર કરવામાં આવ્યો છે.  ફિલ્મ મેકર્સે ફિલ્મ મેકિંગ સમયનો વિડીયો શેર કર્યો છે જેને ગણતરીની જ કલાકોમાં ૨૪ લાખથી વધારે વ્યુ મળી ચુક્યા છે. આ વિડીયોમાં દર્શાવાયું છે કે ફિલ્મમાં ૩ડી પર કેવી રીતે કામ કરવામાં આવ્યું છે.ફિલ્મમાં શ્રેષ્ઠ ૩ડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  રજનીકાંત અને અક્ષય કુમાર તેના દરેક સિંગલ શોટ સીનને શૂટ કરી અને તુરંત જ ૩ડી ચશ્મા વડે તે સીન જોઈ લે છે. ફિલ્મ મેકર્સનું જણાવવું છે કે આ ફિલ્મનો દરેક શોટ દર્શકોને ખાસ લાગશે અને અદ્ભુત અનુભૂતિ દરેક દર્શકને થશે. આ ફિલ્મ રજનીકાંતની ‘રોબોટ’ ફિલ્મની સીક્વલ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો પહેલો વિડીઓ શેર કરવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સનું જણાવવું છે કે રજનીકાંત અને અક્ષયકુમારને તેમના પાત્ર મુજબ તૈયાર કરવામાં કલાકોનો સમય લાગે છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રિલીઝ થવાની છે અને તેનું સંગીત એ આર રહેમાને આપ્યું છે.

Related posts

સલમાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી

aapnugujarat

રાજકુમાર હિરાની સાથેની ફિલ્મમાં કામ કરીને સોનમ ખુશ

aapnugujarat

વેબ સીરિઝ ‘બૉમ્બે બેગમ’ ડ્રગ્ઝ સેવનને પ્રોત્સાહન નથી આપતી : પૂજા ભટ્ટ

editor

Leave a Comment

UA-96247877-1