Aapnu Gujarat
મનોરંજન

રાજકુમાર હિરાની સાથેની ફિલ્મમાં કામ કરીને સોનમ ખુશ

બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહેલી અભિનેત્રી સોનમ કપુર રાજકુમાર હિરાની સાથે સંજુ ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. આ ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આનંદ આહુજા સાથે લગ્ન કરી ચુકેલી સોનમ કપુર હાલમાં ચાર ફિલ્મ ધરાવે છે. જેમાં વીર ધી વિડિગ જે જુનમાં રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત એક લડકી કો દેખા તો એસા લગા ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં તે પિતા અનિલ કપુર સાથે દેખાશે. આનંદ સાથે લગ્ન કર્યા બાદ પણ તે ફિલ્મોમાં સક્રિય રહેનાર છે. સંજુ ફિલ્મ વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર આધારિત ફિલ્મ છે. જેમાં તે સંજય દત્તની પ્રેમિકાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેના રોલ અંગે પુછવામાં આવતા સોનમ કપુરે માહિતી આપવાનો ઇન્કાર કર્યોહતો અને કહ્યુ હતુ કે આ તબક્કે રોલ અંગે વાત કરવી યોગ્ય રહેશે નહી. નિરજાની અભિનેત્રીએ એમ પણ કહ્યુ છે કે તે બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે રાજકુમાર હિરાની સાથે તમામ કલાકારો કામ કરવા માટે હમેંશા ઉત્સુક રહે છે. સોનમ કપૂરનું કહેવું છે કે તે પોતે પણ રાજકુમાર હિરાનીની મોટી ચાહક તરીકે છે. રાજકુમાર હિરાની કોઈપણ ફિલ્મને ખૂબ જ શાનદાર રીતે રજુ કરવા માટે જાણીતા છે. નવી ફિલ્મ સંજય દત્તની લાઈફ ઉપર આધારીત છે. જેમાં સોનમ કપૂરની સાથે સાથે રણબીર કપૂર, અનુષ્કા શર્મા, પરેશ રાવલ, મનિષા કોઈરાલા, મનિષા તન્ના, વિકી કૌશલ, દિયા મિરઝાનો સમાવેશ થાય છે. મનિષા ફિલ્મમાં સંજય દત્તની માતા તરીકેની ભૂમિકામાં રહેશે.

Related posts

रिया, उनके भाई के साथ सुशांत दो कंपनियों के निदेशक थे

editor

SSR CASE : एक राज्य की ओर से दूसरे राज्य के मामले को सीबीआइ को सौपा, एसा पहले कभी नहीं देखा : अधीर रंजन

editor

ઈશાન અને જ્હાન્વી પાસે કામ નથી !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1