Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબમાં મહિલાઓના કાર ચલાવવાનો પ્રતિબંધ હટાવાયો

૨૧મી સદીમા મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પુરુષોથી સહેજપણ ઓછી નથી. મહિલાઓ પુરુષના ખભેથી ખભો મિલાવી ચાલી રહી છે. જો કે વિશ્વમાં હાલમાં પણ એવા દેશો છે, જ્યાં મહિલાઓના કાર ચલાવવા પર પ્રતિબંધ હતો, જો કે હવે તે દેશો પણ સુધરવા લાગ્યા છે.સાઉદી અરબના શાહ સલમાને મંગળવારે એક ઘોષણા કરી હતી, જેમાં મહિલાઓને પહેલીવાર ડ્રાઈવિંગ લાયસન્સની મંજૂરી આપવામા આવી છે. જો કે આ આદેશ જૂન ૨૦૧૮થી લાગુ કરવામાં આવશે.આ શાહી આદેશમાં મંત્રી સ્તરની સમિતિ રચવામાં આવશે.
આ સમિતિ ૩૦ દિવસમાં પોતાના વિચારો રજૂ કરશે અને ૨૪ જૂન ૨૦૧૮ સુધી આ આદેશને પ્રસ્તાવિત કરવામાં આવશે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે ટિ્‌વટર પર તેની જાહેરાત કરી છે.
જો કે મહિલાઓના કાર ચલાવવાના પ્રતિબંધને સામાજિક મુદ્દો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ધર્મ અને કાયદામાં આવા કોઈ પ્રતિબંધનો ઉલ્લેખ નથી.
સાઉદી અરબના આ નિર્ણયનું અમેરિકાએ સ્વાગત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમે આ આદેશને વધાવીએ છીએ. દેશને યોગ્ય દિશામાં લઈ જવા માટે આ યોગ્ય પગલું છે.’

Related posts

You are great world leader: PM Netanyahu to PM Modi

aapnugujarat

बांग्लादेश : मस्जिद में धमाका, 14 की मौत

editor

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર

editor

Leave a Comment

UA-96247877-1