Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાને ભારતના ટામેટા લેવાની ના પાડી : પાક. બજારમાં ટામેટાના ભાવ વધ્યા

પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ટામેટા અને ડુંગળીની કિંમત આસામાને પહોંચી છે. લોકોને ૩૦૦ રૂપિયે કિલોના ભાવે ટામેટા ખરીદવા પડી રહ્યા છે, પરંતુ દેશના ખાદ્ય સુરક્ષા મંત્રી સિકંદર હયાત બોસાનનું કહેવું છે કે, પાડોશી દેશની સાથે તણાવપૂર્ણ મહોલમાં તેમની સરકાર ભારતમાંથી કોઈ પણ હાલમાં શાકભાજી આયાત નહિ કરે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ભારતથી આયાત કરાયેલી શાકભાજીઓથી જ પાકિસ્તાનના બજારમાં માંગ પુરી થાય છે.
લાહોર અને પંજાબમાં ટામેટા ૩૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. ત્યાં રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં ટામેટાની કિંમત ૨૦૦ રૂપિયે સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાનના અહેવાલ અનુસાર, સીમા પારથી ટ્રકોની એન્ટ્રી રોકી દેવાને કારણે પાકિસ્તાનમાં શાકભાજીની માંગ અને આપૂર્તિમાં મોટો અંતર આવી ગયો છે.
રિપોર્ટ અનુસાર, સ્થાનિક વિક્રેતા હાલ સિંધમાં પોતાની શાકભાજીઓ બજાર સુધી પહોંચાડવાની રાહ જોઈ રહ્યાં છે. ખાદ્ય સુરક્ષા મંત્રી બોસાને રિપોર્ટસમાં કહ્યુ કે, પાકિસ્તાનમાં ટામેટા અને ડુંગળીની આ માંગ થોડા દિવસોમાં દૂર થઈ જશે. બલોચિસ્તાનમાં ઉપજેલી ખેતી કાપવામાં આવશે અને તે ટૂંક સમયમાં જ બજાર સુધી પહોંચી જશે. આ સંકટને દૂર કરવા માટે પાકિસ્તાન સરકારે અનેક જગ્યાઓ પર ૧૩૨થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો ટામેટ વેચવાનું શરૂ કર્યું છે.આ વચ્ચે લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી બોસાનની ભારતથી શાકભાજી આયાત ન કરવાના નિર્ણયના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, આનાથી સ્થાનિક ખેડૂતોને મદદ થશે અને પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર પણ બચી રહેશે. મંત્રી અબ્દુલ બાસિતના જણાવ્યા અનુસાર, આ નિર્ણય સાચો જ છે.

Related posts

At least 26 died at major bus accident in Gilgit-Baltistan of PoK

aapnugujarat

एशिया भारत की अगुआई में वैश्विक विकास का केंद्र बनेगा

aapnugujarat

આર્મી ઓફિસરના અપહરણમાં ભારતનો હાથ હોવાના પુરાવા નહીં : અબ્દુલ કાદિર બલોચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1