Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉરીમાં હિઝબુલ કમાન્ડર અબ્દુલ કયૂમ નઝર ઠાર મરાયો

કાશ્મીરનાં ઉરીમાં આર્મીનાં જવાનોએ પાકિસ્તાનમાંથી એલઓસી પાર કરી કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા અને હિઝબુલનો કમાન્ડર બનવાના સપનાં જોનાર અબ્દુલ કયૂમ નઝરને ઠાર કર્યો હતો. તે ભારતમાં હિઝબુલનો કમાન્ડર બનવા અને આતંક મચાવવાનાં ઈરાદાથી બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસવા માગતો હતો. નઝરનાં માથા પર રૂ. ૧૦,૦૦,૦૦૦ નું ઈનામ હતું. નઝર એ જૂનામાં જૂનો જીવતો આતંકી હતો. ઉરીમાં ઝોરાવર ખાતે ઘૂસણખોરીનો પ્રયાસ કરતો હતો ત્યારે તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. સુરક્ષા દળો દ્વારા કુપવાડામાં પાકિસ્તાનની બેટ ટીમ દ્વારા ભારતનાં જવાનો પર સ્નાઈપર હુમલો કરવાના ષડ્યંત્રને આર્મીનાં જવાનોએ નિષ્ફળ બનાવ્યું તેનાં થોડા કલાકોમાં જ નઝરને ઠાર મારવાની ઘટના બની હતી. નઝરની સાથે બીજા ૪ આતંકી હોવાની આશંકા છે આથી જવાનોએ તેમને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય આર્મીએ મંગળવારે બપોરે ૧ કલાકે પાકિસ્તાનની ખૂંખાર બોર્ડર એક્શન ટીમનાં કાયર સભ્યો અને તેની સાથેનાં આતંકીઓ પર ભારે ગોળીબાર કરીને તેમને પાછા પાક.ની બોર્ડરમાં ભગાડી દીધા હતા. બેટના ૭-૮ સભ્યો દ્વારા આર્મીની ટુકડી પર હુમલો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ ભારતના આર્મીએ સતર્ક રહીને આ હુમલો નિવાર્યો હતો. કુપવાડાનાં કેરન સેક્ટરમાં આ ઘટના બની હતી.

Related posts

ભારત અફઘાનિસ્તાનની માલિકીવાળી શાંતિ પ્રક્રિયાને લઇ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ : જયશંકર

editor

મરાઠા આંદોલન : પુણેમાં હિંસા

aapnugujarat

કુપવારામાં અથડામણમાં ચાર જવાન શહીદ, વિસ્ફોટકો જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1