Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બુલેટ ટ્રેનના સંદર્ભમાં પ્રશ્ન કરાતા અરુણ જેટલી નારાજ

બુલેટ ટ્રેનને હિન્દીમાં શુ કહેવાય તેવા પ્રશ્નના પરિણામ સ્વરુપે નાણામંત્રી અરુણ જેટલી ભારે નારાજ દેખાયા હતા અને આવા પ્રશ્ન પુછવામાં આવ્યા બાદ નારાજ જેટલીએ ગંભીર થઇને વાત કરવાની ટકોર કરી હતી. જેટલી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોઇ વ્યક્તિએ અરુણ જેટલીને બુલેટ ટ્રેનને હિન્દીમાં શું કહેવાય તેવો પ્રશ્ન કરી દીધો હતો. નાણામંત્રી એક સેમિનારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા. તેઓએ આ મુદ્દા ઉપર મિડિયામાં ઓછી માહિતી વાળી ચર્ચા ચાલવાની વાત કરી હતી. ત્યારે જ સામે બેઠેલી એક વ્યક્તિએ અરુણ જેટલીને પ્રશ્ન કરી દીધો હતો. આ વ્યક્તિએ બુલેટ ટ્રેનને હિન્દીમાં શું કહેવાય તેવો પ્રશ્ન કરી દીધો હતો. અચાનક એવા પ્રશ્નના કારણે જેટલી પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે, ત્યારબાદ જેટલીએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. થોડાક દિવસ પહેલા જ વડાપ્રધાન મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જો આબેએ અમદાવાદમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનની આધારશીલા મુકી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભૂમિપૂજનની વિધિ કરવામાં આવી હતી. બુલેટ ટ્રેનનો મામલો હાલમાં ચર્ચામાં છે. આને લઇને ખુબ વાત કરવામાં આવી રહી છે. આને લઇને વિરોધ પક્ષો મોદી સરકારની ટિકા પણ કરી રહ્યા છે. આ મહાકાય પ્રોજેક્ટમાં જાપાન દ્વારા મોટાભાગની નાણાંકીય મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેનને દોડાવવામાં આવનાર છે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ૨૦૨૨ સુધી અમલી કરી દેવાની યોજના રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઉપર હવે ઝડપતી કામ શરૂ થશે તેવી વાત પણ કરવામાં આવી રહી છે. જો કે, વિરોધ પક્ષો આ પ્રોજેક્ટ બિનજરૂરી હોવાની વાત કરી રહ્યા છે.

Related posts

ભાજપ અને સંઘ ગોડ લવર્સ નહીં બલ્કે ગોડસેના લવર્સ છે : રાહુલ ગાંધી

aapnugujarat

રિઝર્વ બેંકે વિદેશમાં નાણાં મોકલવાના નિયમો કડક બનાવ્યાં

aapnugujarat

કોરોના મહામારી : ઝાયડસ કેડિલાની નવી દવાને મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1