Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલા અનામત બિલને પસાર કરવા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભામાંથી મહિલા અનામત બિલને પસાર કરવા માટે અપીલ કરી છે. મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થાય તેની ખાતરી કરવા માટે સોનિયા ગાંધીએ કહ્યું છે. પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, લોકસભામાં ભાજપની પાસે બહુમતિ રહેલી છે. આવી સ્થિતિમાં ૨૧ વર્ષ જુના બિલને પસાર કરવામાં આવી શકે છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે લખવામાં આવેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે, રાજ્યસભાએ મહિલા અનામત બિલને ૯મી માર્ચ ૨૦૧૦ના દિવસે પસાર કરી દીધું હતું. ત્યારબાદથી એક અથવા બીજા કારણોસર આ બિલ લોકસભામાં અટવાયેલું છે. લોકસભામાં બહુમતિનો ફાયદો લઇને આ બિલને પસાર કરવામાં આવે તેવી અમે અપીલ કરીએ છીએ. સોનિયા ગાંધીને વડાપ્રધાનને ખાતરી પણ આપી છે કે, કોંગ્રેસ પાર્ટી આ બિલને પસાર કરવામાં સંપૂર્ણ સહકાર આપશે અને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું રહેશે. તેમણે એમ પણ લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ જ મહિલાઓ માટે પંચાયતો અને નગરપાલિકામાં અનામતની પ્રક્રિયાને શરૂ કરી હતી. હકીકતમાં કોંગ્રેસ અને તેમના સ્વર્ગસ્થ નેતા રાજીવ ગાંધી હતા જે વ્યક્તિએ બંધારણ સુધારા બિલ મારફતે નગરપાલિકા અને પંચાયતોમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈની પહેલ કરી હતી. વિપક્ષી દળોએ ૧૯૮૯માં નિષ્ફળ કરી દીધું હતું. મોડેથી સંસદના બંને ગૃહોએ ૧૯૯૩માં આને પસાર કર્યું હતું. મહિલા અનામત બિલને લઇને હમેશા અડચણો રહી છે. બિલને દેવગૌડા સરકારે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. ૨૦૧૦માં આને રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ લોકસભામાં ચર્ચા થઇ શકી ન હતી. મહિલા અનામત બિલને લઇને હવે ફરી એકવાર જોરદાર ચર્ચા જાગે તેવી શક્યતા દેખાઈ રહી છે. મહિલા અનામત બિલનો મુદ્દો આગામી ચૂંટણીમાં પણ ચમકી શકે છે. ગુજરાત અને હિમાચલ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. આવી સ્થિતિમાં આ તમામ મુદ્દા ચમકે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી પણ ખુબ જ સાવધાનીપૂર્વક આ મુદ્દાઓને લઇને આગળ વધી રહી છે.

Related posts

વિશ્વના ટોપ-૨૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

editor

શ્રીલંકા બ્લાસ્ટના કનેક્શન ભારતમાં : બેની અટકાયત

aapnugujarat

देश के सभी राज्यों में 2 जनवरी से शुरू होगा कोरोना वैक्सीनेशन का ड्राई रन

editor

Leave a Comment

UA-96247877-1