Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ કેન્દ્ર-રાજ્યો નહીં લાવે

કમાણીને લઇને રાજ્યો ચિંતાતુર દેખાઈ રહ્યા છે જેના પરિણામ સ્વરુપે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો અને સર્વિસ ટેક્સને લઇને જીએસટીમાં લાવવાની આશા દેખાઈ રહી નથી. કમાણીની ચિંતા વચ્ચે પેટ્રોલ અને ડિઝલને હાલમાં જીએસટીની હદમાં લાવવામાં આવશે નહીં. રાજ્ય અને કેન્દ્ર સરકાર આની તરફેણ કરી રહ્યા નથી. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આની જોરદાર તરફેણ કરી રહ્યા હોવા છતાં પેટ્રોલ અને ડિઝલને હાલ જીએસટી હેઠળ લાવવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પેટ્રોલિયમ પેદાશોથી મળનાર ટેક્સ રાજ્ય સરકારો અને કેન્દ્રના ખજાનાને ફરી કાઢે છે. આવી સ્થિતિમાં કેન્દ્રો અને રાજ્યો અને જીએસટીની અંદર લાવવાની માંગણીની અવગણના કરે છે. જો પેટ્રોલ અને ડિઝલ જીએસટી હેઠળ આવી જશે તો બેંગ્લોર સહિત મોટા રાજ્યોમાં આની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. બેંગ્લોરમાં એક લીટર પેટ્રોલની કિંમંત ૭૧.૬૨ રૂપિયા હતી જે સૌથી ઉચા સ્લેબના જીએસટી હેઠળ માત્ર ૪૪.૦૬ રૂપિયા હોય છે. જો તેને ૧૨ ટકાના જીએસટી સ્લેબમાં રાખવામાં આવે તો કિંમત માત્ર ૩૮.૪૯ રૂપિયા પ્રતિલીટર થઇ શકે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી હેઠળ લાવવામાં કોઇ અડચણ દેખાઈ રહી નથી. કારણ કે જીએસટી કાઉન્સિલ આને નવી વ્યવસ્થામાં સામેલ કરી ચુકી છે પરંતુ ટેક્સની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. કર્ણાટક સરકાર કોઇપણ કિંમત ઉપર પેટ્રોલ અને ડિઝલને પોતાના હાથમાંથી નિકળવા દેવા ઇચ્છુક નથી. કારણ કે આના કારણે મહિને ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી થઇ રહી છે. પેટ્રોલ ઉપર ૫૭.૫૪ ટકા ટેક્સની વસુલી કરવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકારની ૬૭.૫૪ ટકા એક્સાઇઝ ડ્યુટી અને કર્ણાટક સરકારના ૩૦ ટકા સેલટેક્સનો સમાવેશ થાય છે. જો તેને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલ અને ડીઝલથી થનારી આવક ૫૦ ટકા ઘટી જશે. નવી જીએસટી વ્યવસ્થા લાગૂ થયા બાદ પેટ્રોલ ડીઝલ પર એન્ટ્રી ટેક્સ ખતમ થશે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોને લઇને છેલ્લા ઘણા દિવસથી ભારે હોબાળો મચેલો છે. કિંમતોમાં વધારો થયા બાદ આને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા સરકારની વ્યાપક ટિકા કરવામાં આવી રહી છે ત્યારે એક બાજુ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલ અને ડિઝલ અને સર્વિસ ટેક્સ જીએસટીમાં લાવવાની તરફેણ કરી રહ્યા છે પરંતુ પેટ્રોલ અને ડિઝલને હાલમાં જીએસટી હેઠળ લાવવામાં આવે તેવી શક્યતા નહીંવત છે.

Related posts

સીબીઆઈ વિવાદ : જસ્ટિસ સિકરી પણ દૂર થયા

aapnugujarat

સીએસકે અને દિલ્હી વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

મુંબઈમાં ધોધમાર વરસાદ : ચારેબાજુ પાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1