Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ-૧બી વિઝાની પ્રિમિયમ પ્રોસેસિંગની ફરીવાર શરૂઆત

અમેરિકી સરકારે એચ-૧બી વિઝાની પ્રિમિયર પ્રોસેસિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસ જનમતવાળી મર્યાદા સાથે સંબંધિત તમામ કેટેગરીમાં એચ-૧બી વર્ક વિઝાની ઝડપી પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય આઈટી પ્રોફેશનલોમાં ખુબ જ લોકપ્રિય ગણાતા અને ખુબ જ માંગ ધરાવતા વર્ક વિઝા માટે અરજીઓના જોરદાર ધસારાને પહોંચી વળવાના હેતુસર કામચલાઉ ધોરણે આ પ્રક્રિયાને બંધ કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એચ-૧બી વિઝા નોનઇમિગ્રન્ટ વિઝા છે જે ખાસ પ્રોફેશનમાં વિદેશી વર્કરોને નોકરી કરવા અમેરિકી કંપનીઓને મંજુરી આપે છે. આ પ્રકારના વિદેશી વર્કરો ખાસ ટેકનિકલ ક્ષેત્રમાં કુશળતા ધરાવતા હોય છે. ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને રોકવા માટે એચ-૧બી વિઝા ઉપર આધાર રાખે છે. નવી અરજીઓના જોરદાર ધસારાના પરિણામ સ્વરુપે એપ્રિલ મહિનામાં એચ-૧બી વિઝાની પ્રિમિયર પ્રક્રિયાને બંધ કરી દેવામાં આવી હતી. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૮ની મર્યાદા સાથે સંબંધિત તમામ એચ-૧બી વિઝા અરજીઓ માટે ગઇકાલે પ્રિમિયર પ્રોસેસિંગની શરૂઆત થઇ હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮ની મર્યાદા ૬૫૦૦૦ની છે. પ્રિમિયમ પ્રોસેસિંગ તમામ ૨૦૦૦૦ વધારાની અરજીઓ માટે પણ શરૂ કરવામાં આવી હતી. યુએસ હાયર એજ્યુકેશન ડિગ્રી સાથેના વર્કરોને રોકવા માટેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે જ્યારે અરજીદારે સંસ્થાની પ્રિમિયર પ્રોસેસિંગ સર્વિસની વિનંતી કરી ત્યારે યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા ૧૫ દિવસમાં પ્રોસેસિંગ સમયની બાંહેધરી આપી હતી. જો ૧૫ દિવસની પ્રોસેસિંગ અવધી પુરી નહીં થાય તો એજન્સી અરજીદારની પ્રિમિયમ પ્રોસિસંગ અરજી ફરી રિફંડ કરશે. સાથે સાથે અરજીઓની ઝડપી પ્રોસેસિંગ સાથે આગળ વધશે. આ અરજી પેન્ડિંગ અરજીઓ માટે ઉપલબ્ધ છે. નવી અરજીઓ માટે આ વ્યવસ્થા નથી. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરજીઓના સંદર્ભમાં ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી રહી છે.
એચ-૧બી અરજીઓની પ્રિમિયમ પ્રક્રિયા ખુબ જ આશાસ્પદ દેખાઈ રહી છે. એચ-૧બી વિઝાની પ્રિમિયમ પ્રોસેસિંગની બહાલી ઉપરાંત યુએસસીઆઈએસ દ્વારા પહેલાથી જ કોનાર્ડ ૩૦ કાર્યક્રમ હેઠળ કેટલીક છુટછાટો અને માફી પ્રોગ્રામ હેઠળ ફિઝિશિયનો તરફથી રજૂ કરવામાં આવેલી અરજીની સાથે સાથે મર્યાદા વગર અન્ય અન્ય એચ-૧બી અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગ પણ શરૂ કરવામાં આવી છે. બીજા એચ-૧બી અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગ કેટલાક કારણોસર સ્થગિત રાખવામાં આવી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Poland’s govt declares “red zone” of strict anti-COVID-19 restrictions

editor

અમેરિકામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું

editor

Afghanistan should not think same withdrawls like Syria : US Defence Secy

aapnugujarat

Leave a Comment

UA-96247877-1