Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારી બંગલાને ખાલી કરવાનો તેજસ્વીને હુકમ

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ વિપક્ષના નેતા તેજસ્વી યાદવને સરકારી બંગલાને ખાલી કરવા માટે સૂચના આપીદીધી છે. મોદીએ તેજસ્વીને બંગલો ખાલી કરવાની સાથે સાથે એવી સૂચના પણ આપી છે કે, સરકારી બંગલો બિલકુલ યોગ્ય સ્થિતિમાં રહે તે જરૂરી છે. તેજસ્વી હાલમાં બંગલો ખાલી કરવા માટે ઇચ્છુક નથી. આના માટે સરકાર સમક્ષ અપીલ પણ કરવામાં આવી હતી. તેજસ્વીએ સરકારને અપીલ કરી હતી કે, તેમને નાયબ મુખ્યમંત્રી પાંચ, દેશ રત્ન માંગ પર મળેલા બંગલામાં રહેવાની છુટછાટ આપવામાં આવે. જો કે, નીતિશ સરકારે તેમની અપીલને ફગાવી દીધી છે. સુશીલ મોદીએ કહ્યું છે કે, રાજ્ય સરકારે તેમની અપીલને ફગાવી દીધી છે. તેજસ્વી યાદવે વહેલી તકે આ મકાન ખાલી કરી દેવું જોઇએ. મોદીનું કહેવું છે કે, તેમને પોતાના કામકાજ કરવામાં ખુબ જ મુશ્કેલી નડી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે, આવાસ બિલકુલ સારી સ્થિતિમાં રહે તની ખાતરી પણ સુશીલ મોદીએ કરવી જોઇએ.

Related posts

છત્તીસગઢને આઈઆઈટી સહિત ૨૨,૦૦૦ કરોડની મોદીની ભેટ

aapnugujarat

એએપીથી સંજયસિંહ, સુશીલ ગુપ્તાને ઉપલા ગૃહમાં મોકલાશે

aapnugujarat

बदमाशों ने द्रमुक की पूर्व मेयर, पति समेत तीन लोगों की कर दी हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1