Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં ધોધમાર વરસાદ : ચારેબાજુ પાણી

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં શુક્રવારના દિવસે થોડીક રાહત રહ્યા બાદ આજે શનિવારના દિવસે ફરી એકવાર ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈના મોટાભાગના વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો. જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રત્નાગીરી, હિંગોલી જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો છે. મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈ અને કોકણ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ટ્રાફિક પર પણ પ્રતિકુળ અસર થઇ છે. લોકલ ટ્રેન સેવા પર પણ માઠી અસર થઇ છે. કેટલીક જગ્યાએ લોકલ ટ્રેન સેવા ૧૦-૧૫ મિનિટ મોડેથી દોડી રહી છે. જેથી લોકો કેટલીક જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદને લઇને એલર્ટ વચ્ચે દક્ષિણ પશ્ચિમ મોનસુન મુંબઇમાં પહોંચી ગયુ છે. મુંબઇ અને થાણે જેવા વિસ્તારોમાં સત્તાવાર રીતે મોનસુન પહોંચી જવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ભારે વરસાદના લીધે હિંદમાતા, માટુંગા, કુરલા, દાદર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત મુલુંદ, ઘાટકોપર અને પારેલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ભારે વરસાદના પરિણામ સ્વરુપે જુદી જુદી એરલાઈન્સોની ફ્લાઇટો અન્ય એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી. ઓછામાં ઓછી નવ ફ્લાઇટોને અન્ય એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી ચુકી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ માઠી અસર થઇ હતી. સેન્ટ્રલ લાઈન ઉપર લોકલ ટ્રેનો મોડે દોડી રહી છે જ્યારે વેસ્ટર્ન લાઈન ઉપર ટ્રેનો દોડી રહી છે. બીએમસી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા પહેલાથી જ રદ કરી દીધી છે. હવામાન વિભાગ તરફથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરના અનેક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આઈએમડી દ્વારા નોંધવામાં આવેલા આંકડા મુજબ કોલાબામાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં ૩૮.૨ મીમી વરસાદ થયો છે. શાંતાક્રૂઝમાં ૩૭ મીમી વરસાદ નોંધાઈ ગયો છે. હાર્બર લાઈન ઉપર ટ્રેનો ૧૫ મિનિટ મોડેથી દોડી રહી છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આગામી ૨૪ કલાક દરમિયાન પણ મુંબઈમાં ભારે વરસાદ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છતાં વેસ્ટર્ન રેલવેની ઉપનગરીય સેવા જારી રહી છે. આઈએમડી મુંબઈ તરફથી જાણકાર લોકોનું કહેવું છે કે, મોનસુન ઝાપટા જારી રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં મોનસુની વરસાદી ઝાપટા જારી રહ્યા છે. આઈએમડી દ્વારા કેટલાક ક્રાઈટેરિયા પણ નક્કી કરવામાં આવી ચુક્યા છે. ભારે વરસાદના લીધે હજુ પણ તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં હજુ વરસાદ જારી રહી શકે છે. મુંબઈમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. આ પહેલા પણ મુંબઈમાં પ્રિ-મોનસુની વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. સામાન્યરીતે મુંબઈમાં મોનસુનની શરૂઆત ૧૦મી જૂનની આસપાસ થાય છે. હવામાન વિભાગના કહેવા મુજબ પહેલાથી જ વધારે અને પહેલા વરસાદની આગાહી કરાઈ હતી. મુંબઈ સહિત ઉત્તર દરિયાકાંઠાના મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ૯મીથી ૧૨મી જૂન વચ્ચે પડી શકે છે. વરલી, ચેમ્બુર, ઘાટકોપર, કુર્લા, દાદર, પારેલ, મુલુંદમાં સૌથી વધારે પાણી ભરાયા છે. બીએમસી દ્વારા ઓટોમેટિક વેધર સ્ટેશન કુર્લામાં શરૂઆત કરવામાં આવ્યા બાદ અહીં વરસાદની નોંધણી થઇ રહી છે. પાણી ભરાઈ જવાના કારણે અનેક જગ્યાએ જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. વરલી સી ફેસ ખાતે ભારે વરસાદ થઇ રહ્યો છે. ખાર, વરલી ખાતે પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મુંબઈ લોકલની સેન્ટ્રલ લાઈન ઉપર લોકલ ટ્રેનો ૧૦થી ૧૫ મિનિટ મોડેથી દોડી રહી છે. લોકલ ટ્રેન રદ કરવામાં આવી નથી. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પહોંચી જવાની જાહેરાત હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારે વરસાદ જારી રહેતા અને હજુ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવ્યા બાદ આગામી બે દિવસ માટે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદની ચેતવણી જારી કરાયા બાદ તંત્ર સાબદુ થઈ ગયું છે. બીએમસી પણ એલર્ટ ઉપર છે. આજે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ પાણીના નિકાલ લાવવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા. ૯મીથી ૧૧મી જૂનના ગાળા દરમ્યાન સંભવિત ભારે વરસાદ વચ્ચે મુંબઈ પોલીસે રિઝર્વ પોલીસ પાસેથી ૧૫૦૦થી વધારે કર્મીઓને મુંબઈમાં તૈનાત કરવા માટે કહ્યું છે.
ઈમરજન્સીની સ્થિતિમાં વરસાદમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોઈન્ટ કમિશનર દેવેન ભારતીના કહેવા મુજબ મુંબઈમાં તમામ ૯૩ પોલીસ સ્ટેશનોની ગાડીઓમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવી દેવામાં આવ્યા છે જેથી લોકોને વાવાઝોડા અને વરસાદની સ્થિતિમાં મુશ્કેલ વેળા વૈકલ્પિક વ્યવસ્થામાં યોગ્ય જગ્યાએ પહોંચાડી શકાશે.

Related posts

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

aapnugujarat

નિરવ મોદી હોંગકોંગથી ફરાર થઇ અમેરિકા પહોંચ્યો

aapnugujarat

बिहार मे कोरोना का आतंक

editor

Leave a Comment

UA-96247877-1