Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૫૦૦૦નું બેલેન્સ ન હોવા પર દંડના નિયમ પર ફેર વિચારણા : એસબીઆઈ દ્વારા ખુલાસો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ખાતા ધારકોના ખાતામાં લઘુત્તમ ૫૦૦૦ રૂપિયાનું બેલેન્સ નહીં હોવાની સ્થિતિમાં દંડ લાગૂ કરવાના નિયમો ઉપર ફેર વિચારણા કરવામાં વ્યસ્ત છે. આ નિયમને લઇને એસબીઆઈની વ્યાપક ટિકા થઇ રહી છે. આને લઇને એસબીઆઈને કેટલીક વખત ખુલાસા કરવાની ફરજ પણ પડી છે. તાજેતરમાં વિદ્યાર્થીઓ અને ગરીબોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોવાની સ્થિતિમાં પેનલ્ટી તરીકે પૈસા કાપવાને લઇને એસબીઆઈની વ્યાપક ટિકા મિડિયામાં કરવામાં આવી હતી. એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર રજનીશકુમારે એક વાતચીતમાં કહ્યું છે કે, આ નિયમ પર એસબીઆઈ મેનેજમેન્ટ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એસબીઆઈના ૪૦ કરોડ બચત ખાતામાંથી ૧૩ કરોડ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા હતા.
આ એકાઉન્ટ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ તરીકે છે. બીએસડીએ હેઠળ દેશના વંચિત વર્ગના લોકો માટે બેંક ખાતા ખોલવાની બાબત ફરજિયાત રહેલી છે. બીએસડીએ એકાઉન્ટમાં તમામ સુવિધા સામાન્ય ખાતા ધારકો જેવી જ હોય છે પરંતુ તેમાં ચેકબુકની સુવિધા હોતી નથી. એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટરે આ મુદ્દા ઉપર વધુ વાતચીત કરતા અમે સ્કૂલોને વિદ્યાર્થીઓના બેંક ખાતા બીએસડીએ હેઠળ ખોલવા માટેની સલાહ આપી રહ્યા છે. અમે આવા નોર્મલ એકાઉન્ટ ધારકોને જે પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સ્થિતિમાં નથી તેમને પોતાના ખાતા બીડીએસએમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી રહ્યા છીએ. આમા મિનિમમ બેલેન્સ જરૂરી નથી.

Related posts

રાયબરેલીથી પ્રિયંકા વાઢેરા લોકસભાની ચૂંટણી લડી શકે

aapnugujarat

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

aapnugujarat

હુકમ ન માનનાર અધિકારી સામે કાર્યવાહી કરવા દિલ્હી સરકાર તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1