Aapnu Gujarat
બિઝનેસ

વ્યાજદર હાલમાં યથાવત રહે તેવા એંધાણ

રિઝર્વ બેંક દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં હવે વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કે, સીપીઆઈઅને ડબલ્યુપીઆઈ ફુગાવા બંનેમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા પોલિસી રેટમાં કોઇ ઘટાડો કરવામાં આવનાર નથી. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિટેલ ફુગાવો ૪.૭ ટકાની તરફ આગળ વધી ગયો છે. જ્યારે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવો માર્ચ ૨૦૧૮ સુધી ૩.૬ ટકા તરફ આગળ વધી શકે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સાતમાં પગાર પંચના હાઉસિંગ મકાન ભાડાભથ્થાને લઇને પણ સીપીઆઈ ફુગાવા પર વધુ દબાણ આવી શકે છે. માર્ચ ૨૦૧૮ સુધી સીપીઆઈ ફુગાવો ૪.૭ ટકા સુધી આગળ વધી શકે છે. રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૩.૩૬ ટકાની પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. શાકભાજી અને ફળફળાદીની કિંમતમાં વધારો થયો છે.

Related posts

सेबी साई प्रसाद समूह की 200 संपत्तियों की नीलामी करेगा

aapnugujarat

3% drop in total sales of Mahindra & Mahindra in May 2019

aapnugujarat

साइरस मिस्त्री पर NCALT के आदेश के खिलाफ टाटा संस ने SC में की अपील

aapnugujarat

Leave a Comment

UA-96247877-1