Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રી દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ

આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૦/૦૯/૧૭ થી ૨૯/૯/૨૦૧૭ તથા તા.૩૦/૯/૨૦૧૭ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ  શ્રી ડી.આર.પટેલે એક જાહેરનામા દ્વારા તા.૨૦/૦૯/૨૦૧૭ના વહેલી સવારે ૬ કલાકથી તા.૩૦/૯/૨૦૧૭ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

Related posts

વિનય શાહ ઝડપાતા રોકાણકારનો સીઆઇડી ક્રાઇમ ખાતે ધસારો

aapnugujarat

આજે રાજપીપલાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ કલીનીક ખુલ્લી મુકાશે

aapnugujarat

દ્વારકામાં પબુભા, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા અને વાંસદામાં અનંત પટેલની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1