Aapnu Gujarat
ગુજરાત

આગામી ત્રણ દિવસમાં વડોદરા જિલ્લાના ૧૬૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે  

 વડોદરા જિલ્લામાં મા નર્મદા મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ જિલ્લાના ૧૨૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે. નર્મદા રથયાત્રા તા.૧૨મીના રોજ કરજણ તાલુકાના પાંચ, ડભોઇના ૧૩, વાઘોડિયાના ૦૯, સાવલીના ૧૩ સહિત ૪૦ ગામોમાં પરિભ્રમણ કરશે. આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ નર્મદા રથયાત્રા શિનોર તાલુકાના ૩૨, ડભોઇના ૩૬, પાદરાના ૩૪, સાવલીના ૦૭ અને ડેસર તાલુકાના ૩૧ ગામોમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લામાં નર્મદા રથયાત્રાને ગ્રામજનોનો વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે. નર્મદા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે મા નર્મદાનું પૂજન અર્ચન અને નર્મદા મૈયાના વધામણા કરવામાં આવી રહ્યા છે.

Related posts

બિટકોઇન : નલિન કોટડિયાને કોર્ટે ભાગેડુ જાહેર

aapnugujarat

યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા : ચારની ધરપકડ થઇ

aapnugujarat

તળાજાના નેસીયા ખાતેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1