Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી-શિંજો એબે આજથી ગુજરાતનાં પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો એબેની બે દિવસની ઐતિહાસિક અને હાઇપ્રોફાઇલ અમદાવાદ અને ગાંધીનગર યાત્રા આજથી શરૂ થઇ રહી છે. બંન્નેની આ ઐતિહાસિક યાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક પહેલ થનાર છે જેમાં મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પુજા વિધી, ભવ્ય રોડ શો અને બંન્ને દેશો વચ્ચે અનેક કરારો, દ્વિપક્ષીય પ્રતિનિધિ સ્તરની મંત્રણાનો સમાવેશ થાય છે.
ભારત અને જાપાન વચ્ચેના સંબંધો શિંજો એબેની આ મુલાકાતથી નવી ઉંચાઈ ઉપર પહોંચશે. સાથે સાથે બંન્ને દેશો વચ્ચે વિશ્વાસ નિર્માણની પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધશે. કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી ૧.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ વિમાની મથકે આવી પહોંચશે ત્યારબાદ તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમની કેબિનેટના અન્ય પ્રધાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ જાપાની વડાપ્રધાન શિંજો એબેે, તેમના પત્ની અકી એબે અને જાપાની પ્રતિનિધિઓ પહોંચશે. આશરે ૧૦૦ જેટલા જાપાની પ્રતિનિધિઓનો કાફલો શિંજો એબે સાથે આવી રહ્યા છે. તેમનું મોદી અને રૂપાણી દ્વારા સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ ઉપર શિંજો એબેેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ કાફલો રવાના થશે. તેમના સ્વાગત માટે વિવિધ વિસ્તારોમાં મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા પરંપરાગત લોકનૃત્ય દ્વારા બંન્નેનું સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,કલેકટર કચેરી સહિત સમગ્ર શહેર પોલીસને ખડેપગે રહેવાના આદેશ કરવામાં આવ્યાં છે. ગાર્ડ ઓફ ઓનરની કાર્યવાહી પુરી થયા બાદ બંને મહાનુભવોના રસાલો એરપોર્ટથી નકકી કરવામા આવેલા સાબરમતી આશ્રમ સુધીના રૂટ ઉપર પહોંચશે જ્યાં આશ્રમમાં આયોજિત સાંજની પ્રાર્થનામાં ભાગ લીધા બાદ બંનેનો કાફલો રિવરફ્રન્ટના માર્ગે જુના લકકડીયા પુલ(એલિસ પુલ) પહોંચશે જ્યાં થોડી મિનીટો મોદી અને શિંજો એબે એક સાથે ગાળશે. ટૂંકા રોકાણ બાદ સાંજે ૭ કલાકના સુમારે લાલ દરવાજા સ્થિત આવેલી સીદી સૈયદની જાળી(મસ્જિદ) પહોંચશે જ્યાં રોકાણ બાદ સામેના ભાગમાં આવેલી હેરીટેજ હોટલ અગાશીયે પહોંચશે જ્યાં રાત્રિ ડીનર લેવામાં આવશે.
ડીનર બાદ જાપાનના વડાપ્રધાન અને તેમના પત્ની અકી એબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે, જ્યાંથી ગુરૂવારે સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવેલાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટના ભુમિપુજન માટે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિંજો એબે, તેમના પત્ની અકી એબે અને જાપાનના આવનારા તમામ ડેલિગેટસના ભવ્ય સ્વાગતમાં એરપોર્ટથી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ બનાવવામા આવ્યા છે જેના પરથી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા તેમના સ્વાગત માટે પરંપરાગત લોકનૃત્ય રજુ કરવામં આવશે. આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ કલેકટર અને શહેર પોલીસના સમગ્ર કાફલાને ખડેપગે રાખવામા
આવશે. ૧૩મીએ સવારે ૧૧ કલાકથી જ સ્ટુડન્ટસ સહીતના તમામને નિયત સ્થળે તૈનાત કરી દેવામા આવશે જે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી હાજર રહેશે.
ગુજરાતની ધરતી પર જાપાનના પ્રધાનમંત્રી શિંજો એબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાન અને ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગના નિર્માણ માટે સહકારના કરાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઈન્ડિયા અભિયાનમાં ગુજરાતનું આ વિશેષ યોગદાન હશે. જાપાને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મુડી રોકાણ કર્યું છે. આવનારા સમયમાં પણ સતત અને સમયબદ્ધ મૂડી રોકાણ માટે વિશેષ આયોજન કરાયું છે.

Related posts

શ્રીસંતને રાહત થઇ : પ્રતિબંધ આખરે ઉઠાવી લેવાનો નિર્ણય

aapnugujarat

અખિલેશને ફટકો : માયા પેટાચૂંટણીથી દૂર જ રહેશે

aapnugujarat

एजाज लाकडावाला गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1