Aapnu Gujarat
રમતગમત

એન્ડરસનને હરાવી નડાલે યુએસ ઓપન તાજ જીત્યો

ન્યુયોર્કમાં રમાયેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ જોરદાર રોમાંચ સાથે પૂર્ણ થઇ ગઇ છે. એકબાજુ પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલે સિગલ્સમાં તાજ જીતી લીધો છે. જ્યારે મહિલાઓના વર્ગમાં આ વખતે નવી વિજેતા ખેલાડી ઉભરીને સપાટી પર આવી છે. મિક્સ્ડ ડબલ્સ અને મહિલા ડબલ્સમાં સ્વીસ સ્ટાર માર્ટિના હિન્ગીસે પ્રભુત્વ જમાવ્યુ છે. રોમાંચ વગરની ફાઇનલ મેચમાં નડાલે કેવિન એન્ડરસન પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩ અને ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક તરફી રહી હતી. અનેક અપસેટ સર્જીને ફાઇનલમાં પહોંચેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. બીજી બાજુ સ્પેનિશ નંબર વન ખેલાડી નડાલે ધરખમ દેખાવ કર્યો હતો. તે ચોથી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમી રહ્યો હતો. ચાર ફાઇનલ મેચ પૈકી નડાલે ત્રણમાં ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. જો કે તેની સામે પ્રથમ વખત નોવાક જોકોવિક ન હતો. દુનિયાના નંબર વન ખેલાડી નડાલે શાનદાર રમતથી મેદાનમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને રોમાંચિત કરી દીધા હતા. પોતાના હરિફ ખેલાડી દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને મેચમાં વાપસી કરવાની નડાલે ક્યારેય તક આપી ન હતી. મેચમાં નડાલે પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. સમગ્ર મેચમાં એન્ડરસનને કોઇ બ્રેક પોઇન્ટ મળ્યો ન હતો. પોતાની ૨૩મી મેજર ફાઇનલમાં નડાલે માત્ર ૧૧ અનફોર્સ્ડ એરર કરી હતી. નડાલ પાસે ગ્રાન્ડ સ્લેમનો અનુભવ પણ હતો. જો કે એન્ડરસન તરફથી કોઇ ટક્કર અપાઇ ન હતી. નડાલ મેચમાં છવાયેલો રહ્યો હતો.

Related posts

રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ

aapnugujarat

BCCI મિડિયા અધિકાર સ્ટાર સ્પોટ્‌ર્સે ૬૧૩૮.૧ કરોડ રૂપિયામાં મેળવી લીધા

aapnugujarat

रोमांचक माहौल के बीच आज से चैम्पियन्स ट्रोफी शुरू होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1