Aapnu Gujarat
બિઝનેસ

પી નોટ્‌સ રોકાણનો આંક ૫ વર્ષની નીચી સપાટીએ

સ્થાનિક મૂડી માર્કેટમાં રોકાણનો આંકડો સતત વધી રહ્યો છે. પાર્ટીસિપેટ્રીનોટ (પી નોટ) મારફતે સ્થાનિક મૂડી માર્કેટમાં રોકાણનો આંકડો ૧.૩૫ લાખ કરોડની પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સેબી દ્વારા મુકવામાં આવેલા કઠોર ધારાધોરણોના પરિણામ સ્વરુપે જુલાઈના અંતમાં પી નોટ મારફતે મૂડી માર્કેટમાં રોકાણનો આંકડો પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જુલાઈ મહિનામાં આ આંકડો ૧.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. સેબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય માર્કેટ ઇક્વિટી, ડેબ્ટ, ડેરિવેટિવ્સમાં પી નોટ રોકાણનો કુલ આંકડો ૧૩૫૨૯૭ કરોડ સુધી પહોંચી ગયો છે. જુલાઈના અંતે આ આંકડો નોંધાયો હતો જે જુન મહિનાના અંતમાં આકડો ૧૬૫૨૪૧ કરોડનો રહ્યો હતો. સેબીના અધિકારીઓનું કહેવું છે કે, જુલાઈ ૨૦૧૨ બાદથી આ સૌથી ઓછી સપાટી છે. તે વખતે આવા રોકાણનો આંકડો ૧૨૯૫૮૬ કરોડ રૂપિયાનો હતો.
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા પી નોટ જારી કરવામાં આવે છે. ભારતીય શેરબજારમાં સીધીરીતે પોતાને નોંધાવ્યા વગર રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો માટે પી નોટ્‌સ જારી કરવામાં આવે છે. જુલાઈ મહિનામાં કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટનો આંકડો એક લાખ કરોડ રૂપિયાનો હતો જ્યારે બાકીની રકમ ડેબ્ટ અને ડેરિવેટિવ્સ માર્કેટમાં હતી. ઉપરાંત વાયા પી નોટ મારફતે એફપીઆઈ મૂડીરોકાણનું પ્રમાણ અગાઉના મહિનામાં ૫.૭ ટકાથી ઘટીને જુલાઈ મહિનામાં ૪.૪ ટકા થઇ ગયો છે. જુલાઈ મહિનામાં જ માર્કેટ રેગ્યુલેટર સેબીએ વધુ કઠોર પી નોટ્‌સના ધારાધોરણો નક્કી કર્યા હતા. રેગ્યુલેટરે કેટલાક કેસમાં પી નોટ્‌સ જારી કરવાથી એફપીઆઈને રોકવાના પણ આદેશ જારી કર્યા હતા. બોર્ડ ઓફ સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા જૂન મહિનામાં આ અંગેની દરખાસ્તને મંજુરી આપ્યા બાદ આ હિલચાલ આવી છે. એપ્રિલ મહિનામાં સેબીએ નિવાસી ભારતીયો, એનઆરઆઈને પી નોટ્‌સ મારફતે રોકણ કરવાથી રોક્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

रेपो दर में कटौती मजबूत 8% आर्थिक वृद्धि की महत्वाकांक्षा के अनुरूप : नीति आयोग

aapnugujarat

સરકારે ભારતીય બેન્કોને સ્થાનિક બજારોમાંથી સોનુ ખરીદવાની મંજૂરી આપી

aapnugujarat

Reliance का बाजार पूंजीकरण 11.50 लाख करोड़ के पार

editor

Leave a Comment

UA-96247877-1