Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન : નડાલ અને પોટ્રો આમને સામને આવશે

ન્યુયોર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલે પોતાના હરિફ ખેલાડી રશિયાના ૧૯ વર્ષીય આન્દ્રે રબલેવ પર સીધા સેટામાં ૬-૧, ૬-૨ અને ૬-૨થી જીત મેળવીને સેમીફાઇનલમાં આગેકુક કરી લીધી હતી. આની સાથે જ રાફેલ નડાલે પોતાની કુશળતાને પણ સાબિત કરી હતી. આ મેચ બિલકુલ એકતરફી રહી હતી. મેચ દરમિયાન પોતાના હરિફ ખેલાડીને નડાલે કોઇ તક આપી ન હતી. આ મેચ આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં ચેમ્પિયન બની ચુકેલા જુઆન માર્ટિન પોટ્રો સામે બુધવારની રાત્રે શક્તિશાળી ખેલાડી રોજર ફેડરરની હાર થઇ હતી. આની સાથે ફેડરર અને નડાલ વચ્ચે ઇપિક સેમીફાઇનલની રાહ જોઇ રહેલા લોકોની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. ફેડરર પોટ્રો સામે ૭-૫, ૩-૬, ૭-૬, ૬-૪થી હારી ગયો હતો. આ સિઝનમાં ૧૮-૦ ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડ સાથે ફેડરરે ક્વાર્ટર ફાઇનલમાં આગેકુચ કરી હતી. આ સિઝનમાં ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડનનો તાજ જીત્યો હતો. નડાલ અને ફેડરર વચ્ચે મેચને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. ન્યુયોર્કમાં નડાલ બે વખત ચેમ્પિયન બની ચુકયો છે. જ્યારે તે ૧૫ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પ્યિનશીપ જીતી ચુક્યો છે. હવે નડાલની ટક્કર પોટ્રો સામે થશે. પોટ્રોએ ફેડરર પર ૨ કલાક અને ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં જીત મેળવી હતી. વર્તમાન ચેમ્પિયન સ્ટાન વાંવરિન્કા પુરૂષ વર્ગમાં આ વખતે ખસી ગયો છે. ઉપરાંત બે વખત ચેમ્પિયન બની ચુકેલા નોવાક જોકોવિકે પણ નામ પાછુ ખેંચી લીધુ હતુ. એન્ડી મરે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. જેથી હવે ફેડરર અને નડાલ હોટફેવરીટ દેખાઇ રહ્યા છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે.એન્ડી મરે આ વખતે મેદાનમાં નથી.મહિલાઓના વર્ગમાં વિનસ વિલિયમ્સે સેરેનાની ગેરહાજરીમાં જોરદાર દેખાવ જારી રાખ્યો છે. હવે નડાલ અને પોટ્રો વચ્ચે સેમીફાઇનલ જંગ ખેલાનાર છે. બન્ને ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પોટ્રો ફરી એકવાર તેની કુશળતા હાંસલ કરી રહ્યો છે. તે કેટલીક હાઇ ક્લાસ મેચો રમી ચુક્યો છે. ફેડરર પર જીત મેળવી લીધા બાદ તે હવે કિલર સમાન બનીગયો છે. તેમની પાસેથી નડાલ સામે પણ શાનદાર દેખાવની અપેક્ષા હવે ચાહકોની વધી ગઇ છે. આ મેચ પણ રોમાંચક બની શકે છે. જો કે હવે નડાલ ફેવરીટ દેખાઇ રહ્યો છે.

Related posts

आईसीसी महिला वनडे रैंकिंग : मंधाना चौथे पर खिसकी

editor

ऑस्ट्रेलियाई टेस्ट टीम में वापसी करना चाहता हूं : फिंच

aapnugujarat

वेस्टइंडीज टूर : BCCI के दखल से शमी के वीजा को मिली मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1