Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન : વિનસની ક્વીટોવા પર થ્રીલર જીત

ન્યુયોર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં શક્તિશાળી ખેલાડી વિનસ વિલિયમ્સે ડ્રીમ કુચ જારી રાખીને ફાઇનલ સેટ ટાઇબ્રેકમાં પેટ્રા ક્વિટોવા પર જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી હતી. ૩૭ વર્ષીય અમેરિકન ખેલાડી વિનસ ૨૩મી ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પ્રવેશી ગઇ છે. ૨૭ વર્ષીય ક્વીટોવા સહેજમાં જીતતા રહી ગઇ હતી. વર્તમાન ચેમ્પિયન સ્ટાન વાંવરિન્કા પુરૂષ વર્ગમાં આ વખતે ખસી ગયો છે. ઉપરાંત બે વખત ચેમ્પિયન બની ચુકેલા નોવાક જોકોવિકે પણ નામ પાછુ ખેંચી લીધુ હતુ. એન્ડી મરે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. જેથી હવે ફેડરર અને નડાલ હોટફેવરીટ દેખાઇ રહ્યા છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે.એન્ડી મરે આ વખતે મેદાનમાં નથી. આવી સ્થિતિમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે ઇપીક સેમિફાઇનલ મેચને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. સેમિફાઇનલમાં નડાલ અને ફેડરર આમને સામને આવી શકે છે. યુએસ ઓપન ટેનિસમાં સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે જેમાં રોજર ફેડરર, રાફેલ નડાલ અને મહિલાઓમાં વિનસ વિલિયમ્સનો સમાવેશ થાય જેથી હવે ફેડરર અને નડાલ વચ્ચેની મેચનો તખ્તો ગોઠવવાની તૈયારીમાં છે. ચોથા રાઉન્ડની મેચમાં નડાલે પોતાના હરીફ ખેલાડી ઉપર જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં વિનસ વિલિયમ્સે સેરેનાની ગેરહાજરીમાં જોરદાર દેખાવ જારી રાખ્યો છે.

Related posts

सिडनी टेस्ट में अश्विन ने बड़े भाई की तरह रास्ता दिखाया : विहारी

editor

વર્લ્ડ કપ થાળીમાં કોઈ પીરસીને નહીં આપે : Rohit Sharma

aapnugujarat

તેંડુલકર અને દ્રવિડ બંન્નેને મેચ વિનર ગણવાથી શોએબનો ઈન્કાર

editor

Leave a Comment

UA-96247877-1