Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મસુદના સંદર્ભે ચીન વલણ નહીં બદલે તેવી સંભાવના

બ્રિકસ ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોના સમાવેશ બાદ ચીનના વલણમાં ફેરફાર થશે કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે જાણવા મળ્યુ છે કે ચીન હજુ જિદ્દી વલણ પર અકબંધ રહી શકે છે. તે ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરના મામલે તેનુ વલણ બદલે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. સમિટ પહેલા ચીનના અધિકારીઓ કઇંક અલગ વાત કરી રહ્યા હતા. જો કે ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત તમામ ત્રાસવાદી સંગઠનોની નિંદા કરવામાં આવી હતી. સમિટ પહેલા ચીનના અધિકારીઓ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોનો મુદ્દો નહી ઉઠાવવાની પણ વાત કરી રહ્યા હતા. જો કે હવે તેના વલણમાં ફેરફાર થયુ હોવાના સંકેત દેખાઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી દલીલ પોતાના મિત્ર પાકિસ્તાન માટે કરવામાં આવી રહી હતી. જો કે નવી દિલ્હીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે તેની ચિંતાને તમામ મંચ પર રજૂ કરનાર છે. દસ્તાવેજ માટે ચર્ચા દરમિયાન ભારતે ત્રાસવાદની વાત કરી હતી. ચર્ચા દરમિયાનમ ચાર અન્ય દેશોએ ત્રાસવાદને ઘોષણાપત્રમાં સામેલ કરવા ભારતની વાત સાથે સહમત હતા જેથી ચીનને ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોના સમાવેશને લઇને કેટલીક ફરજ પડી હતી. ચીન પર ભારતે રાજદ્ધારી દબાણ વધારી દીધુ છે. ડોકલામ મામલે ભારતે રાજદ્ધારી જીત મેળવી લીધા બાદ બ્રિક્સમાં પણ ભારતને હવે મોટી સફળતા મળી છે. ત્રાસવાદ સામે સકંજો બ્રિક્સ દેશો હવે મજબુત કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ગઇકાલે એક કલાક સુધી લાંબી બેઠક યોજાઈ હતી. સાનુકુળ વાતાવરણમાં યોજાયેલી આ બેઠકમાં તમામ જટિલ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં સરહદ ઉપર શાંતિ સ્થાપિત કરવાના મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં આતંકવાદના મુદ્દે સર્વોચ્ચ મુદ્દો ન હતો. બંને દેશોના સંબંધોને લઇને વાતચીત થઇ હતી. સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

Related posts

उपचुनाव में हार के बाद प्रदेश से जवाब मिल चुका है : मायावती

aapnugujarat

आईएस लड़ाकों की वापसी से भारत की चिंता और बढी

aapnugujarat

આર્મી કરતાં આરએસએસ સારું, નહેરુએ પણ માંગી હતી મદદ : ઉમા ભારતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1