Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૨૦ કરોડના ખર્ચે પેરિસમાં મંદિર બનશે

ફ્રાન્સના પેરિસમાં પ્રથમવાર શિખરબંધ સનાતન હિંદુ મંદિર બનાવવા માટે ફ્રાન્સની સરકારે મંજૂરી આપી છે. આશરે ૨૨ હજાર સ્કેવર મીટર જમીન મંદિર બનાવવા માટે ખરીદવામાં આવી છે.
બે-ત્રણ વર્ષમાં ૮૦થી ૧૦૦ કરોડના ખર્ચે ભવ્ય મંદિર બાંધવામાં આવનાર છે. ફ્રાન્સમાં રહેતા હિંદુઓ મંદિર માટે છેલ્લા બે વર્ષથી સરકાર પાસે માગણી કરી હતી.
ફ્રાન્સમાં ૧.૨ લાખની વસતી હિંદુઓની છે. ફ્રાન્સમાં મોટાભાગના મંદિરો નાના ઘરની બહાર આવેલ છે. ફ્રાન્સ સરકારમાં રજૂઆત કર્યા બાદ પેરિસ ઉત્તરમાં લીવરી ગાર્ગન વિસ્તારમાં ૨૨ હજાર સ્કેવર મીટરનું ૨૧ કરોડ રૃપિયાના ખર્ચે મંદિર માટે જમીન ખરીદવામાં આવી છે. આ જમીન પર ૮૦થી ૧૦૦ કરોડના ખર્ચે મંદિર બેથી ત્રણ વર્ષમાં બાંધવામાં આવશે.
આ મંદિર સંપૂર્ણ હિંદુ ધર્મના સિદ્ધાંતો અને હિંદુ ભગવાનની ર્મૂતિઓ મૂકવામાં આવશે. ઉપરાંત ર્ધામિક ઉજવણી માટે કોમ્યુનિટી હોલ, રેસિડન્સી અને કિચન આધુનિક બનાવવામાં આવશે. મંદિરની બાજુમાં યોગ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેનું મુખ્ય સેન્ટર બનશે. ફ્રાન્સના પેરિસમાં પંદરમી ઓગષ્ટ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિન અને જન્માષ્ટમીના મહોત્સવ એમ ડબલ ઉજવણીની સાથોસાથ હિંદુ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યંુ છે.

Related posts

AIADMK गठबंधन 2021 के विधानसभा चुनाव को जीत कर बनाएगी सरकार : सीएम पलानीस्वामी

editor

देवेंद्र फडणवीस हुए कोरोना संक्रमित

editor

અરવિંદ કેજરીવાલે બીજેપી કાર્યકર્તાઓને કહ્યું : ઓકાતમાં રહો નહીં તો જૂતા પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1