Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં બે આંગડિયા પેઢી પર એન્ફોર્મસેન્ટ વિભાગના દરોડા

વડોદરામાં બે આગંડીયા પેઢી પર એન્ફોર્સમન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડો પાડવામાં આવતા ચકચાર મચી છે.
મળતી વિગતો પ્રમાણે એન્ફોર્સમેન્ટ વિભાગની ચાર ટીમો શહેરના સુલતાન પુરા વિસ્તારમાં તેમજ માંજલપુર વિસ્તારમાં આવેલી રમેશચંદ્ર એચ નામની અને સરદારભુવનમાં આવેલી પૂર્ણિમા આંગડિયા સર્વિસ નામની બે પેઢીઓ પર ત્રાટકી છે. એન્ફોર્સમેન્ટ વિભાગને શંકા છે કે આ પેઢીઓ દ્વારા હવાલાની મદદથી બે નંબરી નાણાની હેરફેર થતી હતી.આ હવાલના નાણા કોના છે અને કોના વતી આંગડિયા પેઢી બે નંબરી નાણાનો વ્યવહાર થતો હતો તે અંગે હાલના તબક્કે એન્ફોર્મસમેન્ટ વિભાગના અધિકારીઓ કશું બોલવા માટે તૈયાર નથી. સરદારભુવન ખાતેથી દરોડાના સંદર્ભમાં પૂર્ણિમા આંગડિયા સર્વિર્સના કપૂર નામના સંચાલક તેમજ ધર્મેશ અને પ્રકાશ નામના કર્મચારી સહિત ચારની ધરપકડ કરાઈ હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

Related posts

ખૂન કેસ મામલે અસારવામાં નહીં પ્રવેશવાની શરતે યુવકને જામીન મળ્યાં

aapnugujarat

લીંબડી તાલુકા પંચાયત ખાતે પેન ડાઉન કાર્યક્રમ

editor

વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીર સરકારે હેલિકોપ્ટર સેવાનો ટેક્સ ઘટાડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1