Aapnu Gujarat
Uncategorized

  વ્હેલશાર્કને બચાવી નવજીવન આપ્યું છે : નાયબ વન સંરક્ષક સોમનાથ ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરાઈ

વ્હેલશાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આજે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકશ્રી કે.એ.ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણીમાં મહાનુભાવોએ વ્હેલશાર્ક બચવવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું કે, દરિયાઈ પર્યાવરણનાં શુધ્ધીકરણમાં વ્હેલશાર્કનું મહત્વનું યોગદાન છે. વ્હેલશાર્ક વેરવળ-દિવ થી લઈને દ્રારકા-ઓખાનાં દરિયામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણ અને ખોરાકની પુરતા પ્રમાણમાં ઉપલબ્ધીના કારણે વ્હેલશાર્ક તેમના બચ્ચાને જન્મ પણ અહિંયાના સમુદ્રમાં આપે છે. સોરાષ્ટ્રનાં સમુદ્રકાઠામાં વ્હેલશાર્કના બચ્ચા પણ જોવા મળે છે ૨૦૦૪ થી અત્યાર સુધી ૬૭૨ વ્હેલશાર્કનું રેસ્કયુ કરી તેમને બચાવી અને દરિયામાં મુક્ત કરવાની સાથે શાર્કને નવજીવન આપ્યું છે.

સી.એમ.એફ.આર.આઈના તારાચંદ કુમાવતે કહ્યું કે, વ્હેલશાર્કને બચાવવા માટે વનવિભાગે કરેલી કામગીરીને સફળતા મળી છે. અત્યાર સુધી ઘણી શાર્ક બચાવવાની સાથે તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે. ફિશરીઝ કોલેજના ડીન દેસાઈએ જણાવ્યું હતું કે, શાર્કને બચાવવા અને સંશોધન માટે સરકારે કમર કસી છે. શાર્કના રક્ષણ માટે સરકારને મહત્વકાંક્ષી સફળતા મળતા આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વાઈલ્ડ લાઈફ ઈન્ડીયાના ચોક્સીએ કહ્યું કે, વ્હેલશાર્કના રક્ષણ માટે આપણે અમુલ્ય ફાળો આપણા પરિવારને આપવાનો છે. ટાટા કેમિકલ્સના ત્રિવેદીએ કહયું હતું કે, વ્હેલશાર્ક ગીરના પ્રતિક સમાન છે. જેના રક્ષણની જવાબદારી સૈા એ લેવી જોઈએ. પ્રકૃતિ નેચરલ કલ્બના દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વ્હેલશાર્કના સંરક્ષણ માટે સૈાથી મહત્વનો ફાળો સાગરપુત્રોનો રહ્યો છે.

વિશ્વની સૈાથી મોટી માછલી અને ગુજરાતનું ગૈારવ એવી આપણી વ્હાલી વ્હેલશાર્કનાં સંરક્ષણ અને સંવર્ધન માટે વિશ્વ આખામાં દર વર્ષે ૩૦ ઓગષ્ટનાં દિવસને આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ દ્રારા વ્હેલશાર્ક બચાવવા નાટક રજુ કર્યુ હતું. ગુજરાત વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લી.નાં સંયુક્ત સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ફોરેસ્ટ કચેરીનો સ્ટાફ અને ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

खनिज चोरी केस में भगवान बारड को राहत : निचली कोर्ट ने सुनाई गई सजा के खिलाफ हाईकोर्ट द्वारा स्टे

aapnugujarat

રાજકોટ રૂરલ એલસીબીએ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો

editor

રાજકોટની એઇમ્સ ૧૨૫૦ કરોડના ખર્ચથી તૈયાર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1