Aapnu Gujarat
બિઝનેસ

ઇન્ફોસીસ ફાઉન્ડેશન સાથે વંદના સિક્કાએ છેડો ફાડ્યો

ઇન્ફોસીસના પૂર્વ સીઈઓ અને એમડી વિશાલ સિક્કાના પત્નિ વંદના સિક્કાએ પણ આઈટી સર્વિસ કંપની સાથે છેડો ફાડી લીધો છે. વિશાલ સિક્કાની પત્નિ વંદના ઇન્ફોસીસ ફાઉન્ડેશન સાથે જોડાયેલી હતી તે હવે આમાથી નિકળી ગઈ છે. ઇન્ફોસીસ ફાઉન્ડેશન યુએસએના ચેરપર્સન તરીકે હોદ્દો વંદના સિક્કાએ છોડી દીધો છે. તેમના રાજીનામાના ઇમેઇલમાં વંદના સિક્કાએ કહ્યું છે કે, આજે તેઓ ઇમેઇલ લખીને આ અંગે જાણ કરી રહી છે કે, ઇન્ફોસીસ ફાઉન્ડેશન યુએસએના ચેરમેન તરીકે તે તેની ભૂમિકામાંથી બહાર નિકળી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે, તે હવે આ કંપની સાથે વધારે સમય સુધી રહેવા ઇચ્છુક નથી. વંદના સિક્કા વિશાલ સિક્કાના રાજીનામાને લઇને અગાઉ કોઇ ટિપ્પણી કરી રહ્યા ન હતા. વંદના સિક્કા ઇન્ફોસીસ ફાઉન્ડેશનમાં અઢી વર્ષથી કામ કરી રહ્યા હતા. વંદના સિક્કા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. સ્ટાર્ટઅપની શરૂઆત કરવાની પહેલા ઇચ્છા હતી. આઈટી કંપનીમાં જોડાઈ જવા માટે જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓ સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છુક હતા. કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં વંદના સિક્કા ખુબ જ કુશળતા ધરાવે છે. વિશાલ સિક્કાએ આ મહિનાની શરૂઆતમાં જ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે રાજીનામું આપી દીધું હતું.

Related posts

જીએસટી મલ્ટીસ્ટેજ ટેક્સ વય્વસ્થા તરીકે પુરવાર થશે

aapnugujarat

જૂનના અંત સુધી એર ઇન્ડિયાને નવા માલિક મળી જશે

aapnugujarat

अगले 5-7 साल में दो लाख करोड़ रुपए का निवेश करेगी IOC : आईओसी चेयरमैन संजीव सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1