Aapnu Gujarat
Uncategorized

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા મુકામે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ખેડુતો માટે  ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ યોજાયો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીના સહયોગથી “નવા ભારત નિર્માણ”ના શુભ આશયથી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા, તા. શિહોર, જિ.ભાવનગર ખાતે તા.૨૫/૦૮/૨૦૧૭ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે આયોજીત ‘‘સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ યોજાયો. વર્ષ ૧૯૪૨માં આરંભાયેલ ‘‘ભારત છોડો’’ આંદોલનને ૭૫ વર્ષ પુર્ણ થઇ રહેલ છે તથા વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫ વર્ષ થનાર છે. જેના અનુસંધાને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘‘ભારત જોડો’’ અને ‘‘સંકલ્પ સે સિધ્ધિ તક’’ સામાજીક આંદોલન ચલાવવાનું આહવાન કરેલ છે. જેમાં દેશના નાગરિકો ઉત્સાહભેર જોડાય રહયા છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર, આંતકવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ દૂર થાય અને દેશ સ્વચ્છ બને તે માટે સંકલ્પબધ્ધ બની રહેલ છે.

આ અંતર્ગત ‘ભારત મંથન’ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા, તા. શિહોર, જિ.ભાવનગર ખાતે ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ બોલતા જણાવેલ હતુ કે, ‘‘દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ખેડુતો ખેતીમાં નવી વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવી ‘‘પર ડ્રોપ- મોર ક્રોપ’’ ના સિધ્ધાંતને અનુસરે અને સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી રાસાયણિક ખાતર જરૂરીયાત પુરંતુ વાપરે તો ખેડુતોનું ઉત્પાદન ખર્ચ ઘટશે અને ઉત્પાદન વઘશે તેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સિધ્ધ કરી શકાશે’’.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજય કૃષિ મંત્રીશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા તથા અન્ય પદાધિકારીશ્રીઓ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

Related posts

ચુડા શહેરી વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીનુ ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

editor

ગાંધીનગરના વેપારીએ કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા અરેરાટી

editor

અમિત શાહ સોમનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1