Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં શ્રાવણ ઉત્સવ દરમ્યાન શ્રદ્ધાળુઓએ લાઇવદર્શન, ઓનલાઇન ડોનેશન, ગેસ્ટહાઉસ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે ડીઝીટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ કર્યો

શ્રાવણ ઉત્સવમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયાં હતાં. શ્રાવણ દરમ્યાન વિશેષ શ્રૃંગારના ફોટોગ્રાફ્સ તથા આરતીના ક્લીપિંગ્સ ફેસબુક, ટ્‌વીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરે પર નિયમીત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મુકવામાં આવતા હતા. ફેસબુકની વાત કરીએ તો ૧,૪૦,૨૫,૫૭૭ (એક કરોડ ચાલીસ લાખ) જેટલા દેશ-વિદેશના ભક્તોએ મહાદેવના દર્શનનો લ્હાવા લીધો હતો જેમાં અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં ૮૯,૩૭૦-, આરબ અમીરાતમાં ૮૯,૩૭૦, કેનેડામાં ૧૯,૫૨૫, સાઉદી અરેબિયામાં ૧૯,૪૦૬, ઓસ્ટ્રેલિયામાં ૧૬,૯૯લ, પાકિસ્તાનમાં ૫,૬૯૬, કેપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો અમદાવાદમાંથી ૧૦ લાખ, મુંબઇ ૧.૮૬ લાખ, દિલ્હી ૧.૬૨ લાખ, ક્રમશ ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડીયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો. ટ્‌વીટરની વાત કરીએ તો ૪,૮૭,૪૯૪ પ્રભાવિત થયા હતા. ૪૫,૪૮૬ લોકો જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામમાં ૩૦૦૦૦થી વધુ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરી ધન્ય બનેલ હતા.
આ વખતે લોકોએ ડિજીટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મીડીયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૪ દેશોમાં સવા કરોડ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શ્રૃંગારના અભિનંદન પાઠવ્યા. એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને એપ્પલસ્ટોર પર ઉપલબ્ધ સોમનાથ યાત્રા એપ ૩૦ દેશોમાં ૪૦૦૦ જેટલા યુઝર્સ નવા જોડાયા હતા, તેમજ ૨.૨૮ લાખ આ એપનો વપરાશ કરવામાં આવ્યો હતો. લાઇવ દર્શન પણ શ્રાવણના લાસ્ટ વિકમાં શરૂ કરતા બહોળી સંખ્યામાં ભક્તો એપના માધ્યમથી લાઇવ દર્શન કરી ધન્ય બનેલ.
શ્રાવણ માસ પર્યન્ત ભક્તોએ વિવિધ ગેસ્ટહાઉસો તેમજ પુજાવિધિ ડોનેશન ઇન્ટરનેટ તેમજ સ્વાઇપ કાર્ડના માધ્યમથી ૮૯,૧૪,૩૯૭નું ડિઝીટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ. સોમનાથમાં શરૂ કરવામાં આવેલ ડિજીટલ લોકરનો ઉપયોગ શ્રાવણમાં ૧૫,૦૦૦ જેટલા લોકોએ કરેલો હતો. ભવિષ્યમાં લોકોને વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ સેવા મળે તે માટે સોમનાથ યાત્રા એપ, ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓનલાઇન વોલેટ જેવી સુવિધા સેવા શરૂ કરવા ટેકનીકલ ટીમએ કાર્યવાહી શરૂ કરી દીધેલી છે જે ટૂંક સમયમાં શરૂ થશે.
શ્રાવણ દરમ્યાન સુંદર વ્યવસ્થા બદલ જીલ્લા વહીવટી તંત્ર જીલ્લા પોલીસ પ્રશાશન, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, એસ.આર.પી, સહિત સુંદર કવરેજ બદલ ઇલેકટ્રોનીક તેમજ પ્રીન્ટ મીડીયા મીત્રોનો શ્રી સોમનાથ ટ્રસ્ટ અંતઃ કરણ પુર્વક આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટર :- મિનાક્ષી વૈધ (પ્રભાસપાટણ)

Related posts

મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું

aapnugujarat

લાઠી ખાતે વધુ એક ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

aapnugujarat

સોમનાથ મંદિરનાં પરિસરમાં ફોટોગ્રાફરો ધરણા પર બેઠા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1