Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામ, બિહારમાં પુરની સ્થિતિ ગંભીર : બંગાળમાં થયેલો સુધારો

આસામ અને બિહારમાં પુરની સ્થિતી આજે પણ યથાવતરીતે ગંભીર રહી હતી. જો કે પશ્ચિમ બંગાળમાં પુરની સ્થિતીમાં આંશિક સુધારો થતા તંત્રને મોટી રાહત થઇ હતી. આસામ અને બિહારમાં વધુ લોકોના મોત થયા છે. એકબાજુ આસામમાં પુરના બીજા રાઉન્ડમાં વધુ દસ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૨૮ ઉપર પહોંચી ગયો છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીરી ચાલુ રહી છે. બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરે રહી છે. આસામમમાં દુરસંરના સંબંધ કપાઇ ગયા છે. દરમિયાન પુરના પાણી અનેક વિસ્તારોને આવરી લઇને મુશ્કેલીમાં મુકી દીધા છે. આસામમાં ૩૨ જિલ્લાઓ પૈકી ૨૫ જિલ્લાઓ અસરગ્રસ્ત છે. ૩૩ લાખ લોકોને અસર થઇ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ બ્રહ્મપુત્ર નદીના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નવેસરથી પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. ૨૦ હજાર હેક્ટર પાક ભૂમિ પુરના પાણીમાં આવી ગઈ છે. હાલમાં ૩૯ રાહત કેમ્પોમાં ૧૪૦૦૦ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે ધેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૨૫ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. વડાપ્રધાને આસામમાં રાહત બચાવ કાર્ય માટે વધારાના ૨૫૦ કરોડની જાહેરાત કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી. એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૨૪ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૦૯ ઉપર પહોંચી ગયો છે. એરફોર્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. આઈએએફને સ્ટેન્ડ બાય ઉપર રખાય છે. પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારમાં હાલત કફોડી બનેલી છે. મોતનો આંકડો વધીને સત્તાવાર ૫૬ અને બિનસત્તાવારરીતે ૬૪ સુધી પહોંચ્યો છે. ૧૩ જિલ્લાઓમાં પુરની અસર થતાં કુલ ૬૯.૮૧ લાખ લોકોને અસર થઇ છે. ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. મુખ્યમંત્રી નીતિશકુમારે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મળીને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આજે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પુરગ્રસ્ત જિલ્લાઓમાં મુખ્યમંત્રીએ સતત ત્રીજા દિવસે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સોમવારના દિવસે નીતિશકુમારે કિસનગંજ, અરેરિયા અને પુરણિયામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મંગળવારના દિવસે પૂર્વીય ચંપારણ, સિંહોહાર, દરભંગા અને સીમમઢીમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બિહારમાં પુરની સ્થિતીને લઇને કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હાલમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે વાત કરી હતી. બન્નેએ પુરની સ્થિતી પર ચર્ચા કરી હતી. બિહારમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફના ૩૨૦ કર્મચારીઓ મોકલી દેવામાં આવ્યા છે. નીતિશ કુમારે રવિવારે રાત્રે પુરગ્રસ્ત લોકોની મદદ માટે સેના અને ભારતીય હવાઇ દળની મદદ માંગી હતી. ત્યારબાદ કામગીરીમાં સેનાને ઉતારી દેવામાં આવી હતી. રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક હોવાનો દાવો નીતિશ કુમારે કર્યો હતો. બીજી બાજુ કોલકાતાથી પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળમાં દિવસ દરમિયાન આજે વરસાદ થયો ન હતો જેથી ઉત્તર બંગાળમાં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી કેટલાક અંશે ઘટી છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા જલપાઇ ગુડી અને અલીપુર દ્વાર જિલ્લાઓમાં એકંદરે સ્થિતિમાં સુધારો થયો છે.

Related posts

૨૦ વર્ષનો કાશ્મીરી ફુટબોલર લશ્કર એ તૌયબામાં જોડાયો

aapnugujarat

दिल्ली हाईकोर्ट चीफ जस्टिस का कोर्टरूम हुआ पेपरलेस

aapnugujarat

If you break the law, you will go to jail like Chidambaram, punishment will also be given : Baba Ramdev

aapnugujarat

Leave a Comment

UA-96247877-1