Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦ વર્ષનો કાશ્મીરી ફુટબોલર લશ્કર એ તૌયબામાં જોડાયો

કાશ્મીરમાં હાલના દિવસોમાં યુવાનો વચ્ચે કટ્ટરપંથીઓ અને આંતકવાદી સંગઠનો સાથે જોડાવા માટેનો ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ યાદીમાં નવું નામ ૨૦ વર્ષના માજીદ ખાનનું છે. માજીદ ખાન જિલ્લા સ્તરનો આશાસ્પદ ફુટબોલ ખેલાડી છે અને મૂળ અંનતનાગનો રહેવાસી છે. થોડા દિવસ પહેલાં જ તેણે આંતકવાદી સંગઠન સાથે જોડાયો હોવાનું એલાન કર્યુ ંહતું. તેના આ નિર્ણયથી તેના પરિવારજનો, સગાવ્હાલા અને મિત્રવર્તુળ ઘેરા આઘાતમાં છે. અનંતનાગમાં સરકારી બોયઝ ડિગ્રી કોલેજમાંથી ગ્રેજયુએશન કરી રહેલ માજીદ ખાન સાદિકાબાદ વિસ્તારનો રહેવાસી છે. તેના દોસ્ત યાવર નાસિરે આ વર્ષે જ જૂલાઇમાં હિઝબુલ મુઝાહીદ્દીન જોઇન્ટ કર્યું હતું. આ આંતકવાદી સંગઠન સાથે જોડાયાના માત્ર પંદર દિવસમાં જ તા.૩જી ઓગસ્ટે નાસીરનું મોત સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં થયું હતું. તાજેતરમાં એકે-૪૭ સાથે માજીદ ખાનની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. એ પછી બધાને ખબર પડી કે, આ આશાસ્પદ યુવાન લશ્કર એ તૌયબા સાથે જોડાઇ ગયો છે. આ આંતકવાદી સંગઠન સાથે જોડાયા પહેલા માજીદ ખાન એક સમાજસેવી સંસ્થા સાથે પણ કામ કરતો હતો. સમાજ ક્લ્યાણના કાર્યો કરતી સંસ્થામાં માજીદ કાર્યકર તરીકે જોડાયો હતો. અનંતનાગના એસએસપી અલ્તાફ એહમદખાને જણાવ્યું કે, માજીદ ખાન તેની ઉમંરના સાથી મિત્રોથી પ્રભાવિત થઇ ગયો, તેના કેટલાક સાથી મિત્રો થોડા દિવસ પહેલાં જ આંતકવાદી સંગઠનોમાં જોડાયા છે. પોલીસ અને તંત્ર માટે યુવાનોનો કટ્ટરપંથી તાકાતો સામે આ પ્રકારે ઝુકાવ અને આંતકવાદી સંગઠનોમાં સામેલ થવું એ ભારે ચિંતાનો વિષય બન્યો છે. પોતાના ફેસબુક પર માજીદખાને લખ્યું છે કે, સિતારો કી તરફ કયોં દેખના, જબ એક જયાદા બડા સિતારા યહાં હે. માજીદના સંબંધીએ જણાવ્યું કે, આ બહુ પ્રતિભાશાળી છોકરો છે. બસ અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે, તે એક દિવસ સહીસલામત ઘેર પાછો આવી જાય. એક અખબાર સાથે જોડાયેલા સૂત્રના જણાવ્યા મુજબ, છેલ્લા અઢી મહિનામાં ૩૧ યુવાનો લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમંદ જેવા ત્રાસવાદી સંગઠનોમાં જોડાયા છે.

Related posts

कोकराझार में बस-ट्रक की टक्कर में 7 लोगों की मौत, 20 घायल

editor

ગેસના ભાવ નક્કી કરવા સરકારની મંજૂરી લેવી નહીં પડે

editor

जायरा वसीम के ऐक्टिंग छोड़ने पर शिवसेना और भाजपा ने उठाए सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1