Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નવી મેટ્રો રેલવેની પોલિસીને કેન્દ્રીય કેબિનેટમાં લીલીઝંડી

સરકારે  દેશભરમાં જુદા જુદા શહેરોને આવરી લેતા મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની નવી મેટ્રો રેલ પોલિસીને લીલઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવી પોલિસીને મંજુરી આપવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ નવી પોલિસીમાં ધારાધોરણો અને વ્યવસ્થા ઉભી કરવા ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, આ પોલિસીમાં ફંડિંગ અને ફાઈનાન્સિંગની પણ વાત કરવામાં આવી છે. હાલમાં આઠ શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટો ઓપરેશનલ છે જેમાં દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, કોચી, મુંબઈ, જયપુર અને ગુડગાંવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય જે શહેરોમાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે તેમાં હૈદરાબાદ, નાગપુર, અમદાવાદ, પુણે અને લખનૌનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ઉત્તર પૂર્વ અને હિમાલયન રાજ્યોમાં ઇન્ડસ્ટ્રીને માર્ચ ૨૦૨૭ સુધી કરવેરા મુક્તિ ચાલુ રાખવામાં આવશે. જીએસટી વ્યવસ્થા હેઠળ રિફંડ તરીકે આ વ્યવસ્થા અમલી રહેશે. પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટી વ્યવસ્થાને અમલી કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જેટલીએ કહ્યું હતું કે, જીએસટી એક્ટના માળખાની અંદર દરેક ઇન્ડસ્ટ્રી માર્ચ ૨૦૨૭ના ગાળા દરમિયાન તેના પોતાની રિફંડ વ્યવસ્થા હેઠળ રાહત મેળવવા હકદાર છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં મેટ્રો રેલને લઇને વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

સ્પીડ બ્રેકરના કારણે દરરોજ ૩૦ દુર્ઘટનાઓ થઇ રહી છે

aapnugujarat

મોદી કેબિનેટે લીધા મહત્વના ર્નિણયો, ગામડા, ખેડૂત અને વીજળી માટે મોટી જાહેરાતો

editor

ઓરિસ્સામાં આજે ફની વાવાઝોડુ ત્રાટકશે વડાપ્રધાન મોદીએ પણ શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1