Aapnu Gujarat
બિઝનેસ

સીપીઆઈ-ડબલ્યુપીઆઈ ફુગાવો વધુ વધવાના સંકેત

રિટેલ અને હોલસેલ ફુગાવો જુલાઈ મહિનામાં વધી રહ્યો છે. આ પ્રવાહ આગામી મહિનાઓમાં જારી રહે તેવા સંકેત મળી રહ્યા છે. બંને ફુગાવામાં વધારો થયા બાદ વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવો જૂન મહિનામાં પડકારરુપ સ્થિતિમાં રહી ચુક્યો છે. આગામી મહિનાઓમાં તેમાં વધુ વધારો થઇ શકે છે. જુલાઈ મહિનામાં હોલસેલ ફુગાવો જૂન ૨૦૧૭માં ૦.૯૦ ટકાથી વધીને ૧.૮૮ ટકા થયો છે. ખાસ કરીને ફુડ આર્ટીકલ્સ અને શાકભાજીની કિંમતોમાં ફરીએકવાર વધારો થયા બાદ તેની અસર જોવા મળી છે. આવી જ રીતે રિટેલ ફુગાવો જુલાઈ ૨૦૧૭માં વધીને ૨.૩૬ ટકા થઇ ગયો છે. ખાંડ અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. મોર્ગન સ્ટેન્લીએ રિસર્ચ નોટમાં જણાવ્યું છે કે, વાર્ષિક આધાર પર સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવો ક્રમશઃ ૩ ટકા અને ૨.૧ ટકા થઇ શકે છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતના વર્તમાન પ્રવાહના આધાર પર આ વધારો થનાર છે. વૈશ્વિક કોમોડિટીની કિંમતની અસર પણ જોવા મળી શકે છે. આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈએ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યા બાદ વ્યાજદરમાં વધુ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી હતી પરંતુ ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ ફુગાવામાં વધારો થયા બાદ આની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. આરબીઆઈ દ્વારા હાલમાં વધુ કોઇ કાપ મુકવામાં આવે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો હજુ વધી શકે છે. ડેટાપ્રિન્ટનો મતલબ એ છે કે, હજુ વધારો થશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦ હજાર કરોડની નોટ છે

aapnugujarat

એપ્રિલમાં ૩૪ લાખ લોકોની રોજગારી છીનવાઈ

editor

अडाणी एंटरप्राइजेज का एकीकृत शुद्ध लाभ चालू वित्त वर्ष की पहली तिमाही में सात गुना बढ़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1