Aapnu Gujarat
Uncategorized

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

ડોકલામ બાદ હવે ચીની જવાનોએ લડાખ વિસ્તારના પૈગાન્ગ સરોવરના ઉત્તરીય કિનારા પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. જો કે ચીની સૈનિકોના પ્રયાસને ભારતીય જવાનોએ નિષ્ફળ કરી દીધો હતો. ચીની સૈનિકોએ તેમના પ્રદેશમાં પાછા પણ ખદેડી મુક્યા હતા. ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ ચીની સૈનિકોએ પથ્થરમારો પણ કર્યો હતો. ભારતીય જવાનોએ પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં બે બે જવાનો ઘાયલ થયા હતા. બન્ન પક્ષો વચ્ચ સંઘર્ષની સ્થિતી આશરે ૩૦ મિનિટ સુધી રહી હતી. અત્રે નોંધનીય છે કે ડોકલામમાં જારી વિવાદ વચ્ચે ચીની સૈનિકોએ આ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ વિગત આપતા કહ્યુ છે ક પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ બે વિસ્તાર ફિગર ઓફ અને ફિગર ફાઇવ વિસ્તારમાં મંગળવારના દિવસે સવારે છથી નવ વચ્ચે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે બન્ને પ્રસંગોએ ભારતીય જવાનોએ તેમની યોજના નિષ્ફળ બનાવી દીધી હતી. ચીની સૈનિકો ફિંગર ફોર વિસ્તારમાં ઘુસવામાં સફળ થઇ ગયા હતા. જો કે ભારતીય જવાનોએ તેમને પોતાના વિસ્તારમાં પરત મોકી દીધા હતા. ચીની સૈનિકોને તેમની યોજના નિષ્ફળ થઇ ગઇ છે તેમ લાગતા ભારતીય જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આમાં બે બે જવાનો ઘાયલ થયા હતા. નવી દિલ્હીમાં સેનાના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ હતુ કે આ મામલે પ્રતિક્રિયા આપવાની કોઇ જરૂર નથી. આ ક્ષેત્રમાં ભારત અને ચીન પોત પોતાની રીતે દાવા કરતા રહ્યા છે. ભારતીય જવાનો હાલમાં કેટલાક મોરચે પડકારનો સામનો કરી રહ્યા છે. ડોકલામ તો છેલ્લા બે મહિનાથી વધુ સમયથી બન્ને દેશોના જવાનો સામ સામે છે. ચીની સૈનિકોનુ જિદ્દી વલણ રહ્યુ છે. બીજી બાજુ ભારત બાંધછોડ કરવા માટે તૈયાર નથી.

Related posts

વીએસ, એલજી, શારદાબેનને કોવિડ હૉસ્પિટલ જાહેર કરાઈ

editor

કડી માં આવેલ કરણપુર વિસ્તારમાં વર્ષો થી ચાલી આવતી પરંપરાગત રિતે હોલિકા દહન કરવામાં આવ્યું.

aapnugujarat

કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

editor

Leave a Comment

UA-96247877-1