Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની માંગણી, મધ્યપ્રદેશ-કેરળ સરકારે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

દુનિયાભરમાં બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહેલી ઓનલાઈન ગેમ બ્લુવ્હેલ પર ધમાસાણ મચ્યું છે. મધ્યપ્રદેશ અને કેરળની સરકારોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને બ્લુવ્હેલ ગેમ પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે.મધ્યપ્રદેશ સરકારે ઈન્દૌરમાં ગુરુવારે બ્લુવ્હેલ ગેમ સાથે સંબંધિત આપઘાતની કોશિશના એક મામલાને કારણે તેના પર રોક લગાવવાનો કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે.કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે આ રમત પર આખા દેશમાં તાત્કાલિક પ્રતિબંધ લગાવીને અનમોલ જીંદગી બચાવવી જોઈએ.
મહત્વપૂર્ણ છે કે ઈન્દૌરમાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ બ્લુવ્હેલ ગેમના ચક્કરમાં પોતાની શાળાના ત્રીજા માળ પરથી કૂદીને આત્મહત્યાની કોશિશ કરી હતી.જો કે સદનશીબે તેના સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેને બચાવી લીધો હતો.
આ પહેલા મુંબઈમાં આ જીવલેણ ઓનલાઈન ગેમના ચક્કરમાં સ્કૂલના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. આજે પણ પશ્ચિમ બંગાળમાં ધો. ૧૦ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.ખતરનાક ઓનલાઈ ગેમ બ્લુ વ્હેલે પશ્ચિમ બંગાળમાં શનિવારે એક બાળકનો જીવ લીધો છે. પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ૧૦મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ બાથરૂમમાં જઈને આપઘાત કરી લીધો છે. આનંદપુરનો વિદ્યાર્થી અંકન દેવ બ્લુ વ્હેલ ચેલેન્જના આખરી પડાવ પર પહોંચી ચુક્યો હતો.તેણે ખુદને બાથરૂમમાં બંધ કરીને પોતાના માથાને પ્લાસ્ટિકથી બાંધી દીધું હતું. જેને કારણે શ્વાસ રુંધાવાથી તેનું મોત નીપજ્યું હતું. આ કિશોર શાળાએથી આવીને કોમ્પ્યુટર સામે બેઠો હતો. જ્યારે તેની માતાએ તેને જમવા માટે બોલાવ્યો તો અંકન દેવે કહ્યું હતું કે પહેલા સ્નાન કરશે. ત્યારબાદ બાથરૂમમાં જઈને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

Related posts

કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી.એસ.યેદુરપ્પા પર દલિતોના અપમાનનો આરોપ

aapnugujarat

देश का हर तीसरा जनप्रतिनिधि आपराधिक बैकग्राउंड वाला

aapnugujarat

Mamta ने 2021 के चुनाव के लिए वर्चुअल माध्यम का सहारा लिया

editor

Leave a Comment

UA-96247877-1