Aapnu Gujarat
રાષ્ટ્રીય

મતદાર તરીકે માત્ર ૨૪૦૦૦ વિદેશી ભારતીયો નોંધાયેલા છે

ભારતમાં માત્ર ૨૪૦૦૦ વિદેશી ભારતીય મતદાર તરીકે નોંધાયેલા છે. ભારતમાં મતદાન કરવાનો અધિકાર ધરાવનાર વિદેશી ભારતીયોની સંખ્યા પ્રમાણમાં ઓછી નોંધાયેલી છે. હવે આવા વધુ ભારતીય નાગરિકોને મતદાર તરીકે નોંધી દેવા માટેની હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. વિદેશમાં રહેતા આવા ભારતીય નાગરિકોની મતદાર બનાવવા માટે ચૂંટણી પંચે એક પોર્ટલની શરૂઆત કરી દીધી છે જે ઓનલાઈન નોંધણી કરવા માટે તેમને મંજુરી આપે છે. આ પોર્ટલ પર સમગ્ર પ્રક્રિયાને સમજી લેવા માટે લોકોને મદદરુપ થવા માટે જુદા જુદા પ્રશ્નો કરવામાંઆવી રહ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં મત આપવા માટે લાયકાત ધરાવતા વિદેશી ભારતીયોની સંખ્યાના મામલે કોઇ આંકડા મળી શક્યા નથી પરંતુ ચૂંટણી પેનલ પાસે મતદાર તરીકે નોંધાયેલા વિદેશી ભારતીયોની સંખ્યા ૨૪૩૪૮ નોંધાયેલી છે જે પૈકી કેરળમાંથી ૨૩૫૫૬, પંજાબમાંથી ૩૬૪ અને ગુજરાતમાંથી ૧૪ની નોંધણી થયેલી છે. આંકડા દર્શાવે છે કે, ૧૦ હજારથી ૧૨ હજાર જેટલા એનઆઇઆર મતદાન કરે છે. કારણ કે તેઓ ભારત આવવા માટે વિદેશી ચલણનો ઉપયોગ કરવા ઇચ્છુક હોતા નથી. મતદાન કરવાની પ્રક્રિયા વધુને વધુ સરળ કરવામાં આવી રહી છે. ઓવર્સીસ ઇન્ડિયન વોટર્સ પોર્ટલના કહેવા મુજબ એક વિદેશી મતદારને મતદાન કરવા માટે ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર પડે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બીજી ઓગસ્ટના દિવસે કેન્દ્રીય કેબિનેટે એક એવી દરખાસ્તને મંજુરી આપી હતી જે વિદેશી ભારતીયોને પ્રોક્ષી વોટિંગ કરવા માટે તક આપે છે. ચૂંટણી કાયદાઓમાં સુધારા કરીને આ તક આપવામાં આવી હતી. જ્યાં તેઓ નોંધાયેલા છે તે મત વિસ્તારમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા એનઆરઆઈ અને વિદેશી ભારતીયો સ્વતંત્ર હોય છે. પ્રોક્ષીના વિકલ્પનો ઉપયોગ કરવા તેમને તક આપવામાં આવે છે.

Related posts

बिहार में जेडीयू-भाजपा के राज में दोगुना हुआ अपराध : लालू यादव

editor

યુપીમાં ખાંડ મિલ કૌભાંડમાં સીબીઆઈ તપાસ શરૂ : માયાવતીની મુશ્કેલી વધી

aapnugujarat

राष्ट्रपति आज संयुक्त सत्र को संबोधित करते हुए प्रस्तुत करेंगे मोदी सरकार का विजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1