Aapnu Gujarat
ગુજરાત

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ગત વર્ષની મહત્તમ સપાટીથી પણ વધી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ ૧૨૨.૧૨ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી ૫૩૬૨ ક્યુસેક પાણીની આવક થઈ છે. દરવાજા ન હોતતો ડેમ ૦.૨૦ મીટરથી ઓવરફલો થતો હોત. હાલ ડેમનું રૂલ લેવલ ૧૩૦.૫૯ મીટર છે. ગતવર્ષે ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર હતી.સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમા પ્રથમવાર સ્પીલ વેની ૧૨૧.૯૨ મીટરની ઉચાઇ પાર કરીને જળ સપાટી ૧૨૨.૦૭ મીટર ઉપર પહોંચી છે. છતા સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થયો નથી. કારણકે હવે નર્મદા ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.ચોમાસાની સિઝનની રાજયભરના પ્રવાસીઓ કાગડોળે રાહ જોતા હોઇ છે કે, કયારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૧.૯૨ મીટર પાર કરી દે અને નર્મદા ડેમ ઓવરફલો થાય, નર્મદા ડેમ ઓવરફલો જોવાનો નજારો અદભુત અને ખુબ જ સુંદર હતો. સરદાર સરોવર નર્મદા ડેમના સ્પીલ વેની ૧૨૧.૯૨ મીટરની ઉચાઇ પાર કરીને નર્મદા ડેમની જળ સપાટી ૧૨૨.૦૭ મીટર સુધી પહોચી ગઇ હતી. એટલે કે નર્મદા ડેમની સ્પીલ વે ની ઉચાઇ કરતા પણ નર્મદા ડેમની જળસપાટી ૧૫ સેન્ટીમીટર ઉપર વધી ગઇ છે.જુન મહીનામાંજ સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ મહાકાય લોખંડી દરવાજાને બંધ કરવાની મંજુરી મળતા તાત્કાલીક રાજયના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કેવડીયા આવી ગયા હતા. જેઓ દ્વાર ડેમના દરવાજા બંધ કરવામા આવ્યા હતા.

Related posts

છોટાઉદેપુર ખાતે કોવિડ કેર અને હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરાયું

editor

पाक ने गुजरात की आठ बोट और 40 मछुआरों का किया अपहरण

editor

ભાજપના ૪૮ હજાર કાર્યકર દરેક બુથમાં જવા માટે તૈયાર : ભરત પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1