Aapnu Gujarat
ગુજરાત

ભાજપના ૪૮ હજાર કાર્યકર દરેક બુથમાં જવા માટે તૈયાર : ભરત પંડ્યા

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીના ઉત્થાન માટે જીવન ખપાવી દેનાર અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ભાજપા દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. આ ગરીબ કલ્યાણ વર્ષમાં ભાજપા સરકારની પ્રજાલક્ષી અને ગરીબલક્ષી યોજના જન જન સુધી પહોંચાડવા માટચે વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. વીર સાવરકરની જન્મજયંતિ તા. ૨૮મે થી પ.પૂ.ગુરુની પુણ્યતિથી તા. ૫ જુન સુધી ચાલનારી આ વિસ્તારક યોજનાનો શુભારંભ તા. ૨૮ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત ને સૌ કાર્યકર્તાઓ અને વિસ્તારકો બુથમાં સાંભળીને કરશે. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ભાજપના ૪૮,૦૦૦ વિસ્તારકો ગુજરાતના ૪૮,૦૦૦ બુથમાં જઈને ઘરે ઘરે હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરશે અને સોશીયલ મીડિયામાં નેટ ટુ નેટ ૨૫ લાખથી વધુ લોકોનો યોજનાબદ્ધ ગ્રુપ બનાવીને સંપર્ક કરશે.
બન્ને સરકારની કામગીરીઓને આ બન્ને માધ્યમથી નીચે સુધી પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકારની પ્રજાલક્ષી યોજના તથા પાર્ટીની વિચારધારા વિસ્તારક યોજના હેઠળ રાજયના ૪૮,૦૦૦ જેટલા બુથોમાં પહોંચાડવામાં આવશે. આ યોજનામાં પ્રદેશ, જીલ્લા તાલુકાના આગેવાનો તેમજ સંસદસભ્ય, ધારાસભ્યથી માંડીને જીલ્લા તાલુકા મહાનગર, નગરપાલિકામાં તમામ ચૂંટાયેલ સભ્યો બુથમાં જઈને સંપર્ક, સંવાદ અને સમન્વય દ્વારા પેઈજ પ્રમુખની રચના સાથે બુથ સમિતિ મજબુત બનાવવી, અલગ અલગ સમાજના વર્ગોના લોકોને મળવું, કેન્દ્ર અને રાજય સરકારની કામગીરીની ુપત્રિકા ઘર ઘર સંપર્ક કરીને પહોંચાડવી અને સત્ય, સેવા અને સક્રિયતા સાથે ભાજપના ૪૮,૦૦૦થી વધુ કાર્યકર્તાઓ દરેક બુથમાં પ્રેમ, એકતા અને વિકાસનો સંદેશો ફેલાવશે. તેમ પંડ્યાએ જણાવ્યું હતું.

Related posts

ઉદ્યોગમાં ઇ-વે બિલ અમલ મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે : અમદાવાદમાં જીએસટી, ઇ-વે બિલ પર પોસ્ટ બજેટ સેમિનાર થયો

aapnugujarat

અમદાવાદના બિલ્ડરોને હવે 1 અને 2 BHK ફ્લેટ બનાવવામાં રસ નથી રહ્યો

aapnugujarat

કોંગ્રેસી નેતાઓ ફરી મોવડી મંડળ સાથે ચર્ચા માટે ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1