Aapnu Gujarat
Uncategorized

મોરબી જિલ્લામાં મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

ચાલુ માસમા જુદા-જુદા સમાજના વિવિધ હોદેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય તેમજ જુદા-જુદા સમાજના લોકો એકઠા થઇ જાહેર સભા, રેલીઓનું આયોજન કરતા હોય તેમજ વિવિધ સંવર્ગના કર્મચારીઓ દ્રારા સરકારશ્રી સમક્ષ જુદા-જુદા પ્રશ્ર્નોની રજુઆત અન્વયે કાયદો વ્યવસ્થાનો કોઇ પ્રશ્ર્ન ઉદભવીત ન થાય તે સારૂ તેમજ આમજનતા દ્રારા નગરપાલીકા તથા કલેકટર કચેરી ખાતે સરઘસ અને આવેદનપત્ર આવે તેવી શકયતાઓ નકારી ન શકાય જેથી મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પી.જી.પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૮-૨૦૧૭સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે

આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related posts

ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી અક્ષર પ્રકાશદાસ પર હુમલો

aapnugujarat

CM e-dedicates and e-launches Rs.41.36-cr Bhavnagar Range IGP office, police lines

editor

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

editor

Leave a Comment

UA-96247877-1