Aapnu Gujarat
ગુજરાત

નીતા અંબાણી પહોંચ્યાં પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણમાં, ખાટલે બેસી શાંતિથી સાંભળી વ્યથા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી ગુજરાતના બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત વખતે તેમણે અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને કીટનું વિતરણ કર્યું છે. આ સિવાય તેમણે ફાઉન્ડેશનના માધ્યમથી વધુ નુકસાન પામેલા ચાર જેટલા ગામોને પણ દત્તક લેવાની તૈયારી બતાવી છે.
નોંધનીય છે કે રિલાયન્સ ફાઉન્ડેશને પૂરની સ્થિતિમાં સારું કામ કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન (આર.એફ.) દ્વારા ઉતર ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા પુરની હોનારત સમયે રેપિડ એક્શન ફોર્સની ઝડપે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિલાયન્સના સ્વયંસેવકો જરૂરી સામગ્રી સાથે ઉતર ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા અને કાંકરેજ તાલુકાઓના પુર પીડિતોની મદદ માટે દોડી ગયા હતાં. મોબાઈલ હેલ્પલાઈન દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદથી પ૩ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા અને ૩૬પ૦ જેટલા લોકોને રાહત તથા બચાવ એજન્સીઓ સાથે સંવાદ કરાવી મદદ પુરી પાડવામાં આવી હતી.રિલાયન્સના કર્મચારીઓની જુદી જુદી ટીમોએ જાતે અસરગ્રસ્ત વિસ્તારમાં ૯૦પ૩૦ ફુડ પેકેટો, પ૮૦ ધાબળા, પ૧૧૩ જેટલી રસોઈ સામગ્રીની કિટ, પ૦ જેટલા રસોઈનાં સાધનોના સેટ, ર૭૦૦ નંગ કપડાં તથા ૪૮પ ક્વિન્ટલ ઘાસચારાનું વિતરણ કર્યુ હતું. જરૃરી દવાઓ, ડોકટર તથા અન્ય સ્ટાફ ધરાવતી બે મોબાઈલ મેડીકલ યુનિટોની વ્યવસ્થા દ્વારા ધાનેરા તથા આસપાસના ગામોમાં મેડીકલ સેવા પુરી પાડી હતી. આ સ્વાસ્થ્ય સેવા હેઠળ વાકેર, રૃની, વોડા, જોરાવરપુર, યાવતપુરા, સાંકડ અને સરળ ગામોમાં રપ૮૧ લોકોની સારવાર કરવામાં આવી હતી.રાહત કાર્ય ઉપરાંત એક ખાસ ટોલફ્રી હેલ્પલાઈન પણ સ્થાપવામાં આવી હતી. જેની મદદથી રાહત તથા બચાવ એજન્સીઓને પુરમાં ફસાયેલા લોકો વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત બે વોઈસ એસ.એમ.એસ. દ્વારા ૮૭૬૧૦ લોકોને ચેતવણીઓ મોકલવામાં આવી હતી. વધુ બે વોઈસ મેસેજીસ દ્વારા કલોરીનયુક્ત શુધ્ધ પાણીના વપરાશ તથા આરોગ્ય સંબંધી સુચનાઓ અને પશુઓની સંભાળ અંગેની જાણકારી ૪૩૮૦પ લોકોને પહોંચાડવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનની હેલ્પલાઈનને કારણે સાવ અંતરિયાળ ગામ ભાખરીના લોકો સુધી મદદ પહોંચી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ પાણીમાં ૧ કિલોમીટર ચાલીને ૧પ૦૦ ફુડ પેકેટસનું વિતરણ કર્યુ હતું. વધુમાં, કેટલાંક ગામોમાં સગર્ભા મહિલાઓને આ હેલ્પલાઈનની મદદથી દવાખાના સુધી પહોંચાડવામાં આવી હતી. લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં હેલ્પલાઈને ખુબ જ મહત્વની ભુમિકા પુરી પાડી હતી

Related posts

૧૩૦થી જંકશન પર ૧૫૦૦થી વધુ હાઇસ્પીડ કેમેરા લગાવાશે

aapnugujarat

યોગી ના બનો તો કઈ નહિ ઉપયોગી બનો સ્વામી વિવેકાનંદ નુ સૂત્ર ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ સાકાર કરી બતાવ્યું

editor

વાસણામાં સગીરાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1