Aapnu Gujarat
મનોરંજન

કેબીસી-૯ સોની ટીવી ઉપર બેહદની જગ્યાએ રજૂ કરાશે

બોલિવુડાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ટેલિવીઝનના લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ સિઝન-૯ને ફરી એકવાર હોસ્ટ કરવા માટે તૈયાર છે. ચાહકો શોની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વખતે શોમાં નવુ શુ થશે તેને લઇને ચાહકો ભારે આશાવાદી છે. અમિતાભ બચ્ચને શોના શુટિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બિગ બી દ્વારા હોટ સીટના કટલાક ફોટો પણ જારી કરી દીધા છે. બિગ બીના શો કેબીસીનુ સોની ટીવી પર પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં સોની ટીવી પર પ્રસારિત કરવામા ંઆવી રહેલા નાટક બેહદની જગ્યાએ કેબીસી-૯ આવશે. મળેલી માહિતી મુજબ બેહદની ટીમ ૨૨ ઓગષ્ટના દિવસે પોતાના એપિસોડ માટે છેલ્લા હિસ્સાનુ શુટિંગ કરનાર છે. આ આખરે શોનુ પ્રસારણ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં કરવામાં આવનાર છે. બેહદ ટીવી સિરિયલ પણ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવી રહી હતી. જો કે હવે આ ટીવી સિરિયલ બંધ થવા જઇ રહી છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા કેબીસીએ વિતેલા વર્ષોમાં અનેક રેકોર્ડ સફળતા હાંસલ કરી હતી. ભારતીય ટેલિવીઝનના ઇતિહાસમાં આ ગેમ શો સૌથી લોકપ્રિય તરીક રહ્યા બાદ હજુ સુધી કુલ આઠ એડિશન તેની રજૂ કરવામાં આવી છે. હવે નવમી એડિશન રજૂ કરવામાં આવનાર છે. અમિતાભ બચ્ચન વચ્ચેના ગાળામાં બિમાર થઇ ગયાબાદ શાહરૂખ ખાનને હોસ્ટની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે શાહરૂખના કારણે શોની લોકપ્રિયતા ઘટી જતા તેને બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ અમિતાભ હમેંશા આને રજૂ કરે છે.

Related posts

चाकू की नोक पर सिंगर मीका सिंह से इश्क फरमाती दिखीं ‘कांटा लगा गर्ल’

editor

ઇશાના ટોપલેસ ફોટોની હાલ ચારેબાજુ ચર્ચા

aapnugujarat

ઇલિયાના અજય દેવગનની સાથે ફરી વખત નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1