Aapnu Gujarat
બિઝનેસ

ICICI બેન્કની કામગીરીમાં ઢગલાબંધ ખામીઓ

દેશની ટોચની ખાનગી બેન્કોમાં સ્થાન ધરાવતી ICICI Bankને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 12.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ICICI બેન્કની કામગીરીમાં કેટલીક ગંભીર ખામીઓ ધ્યાનમાં આવવાના કારણે આ ફાઈન કરવામાં આવ્યો છે. મે 2021માં ઓટો લોનમાં ગેરરીતી બદલ એચડીએફસી બેન્કને 10 કરોડ રૂપિયાનો દંડ કરાયો હતો. તેની તુલનામાં ICICI બેન્કને વધારે મોટો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્કને રિઝર્વ બેન્કે ચાર કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. ICICI બેન્કે ધિરાણના નિયમોનો ભંગ કર્યો હતો અને ફ્રોડનું રિપોર્ટિંગ કરવામાં વિલંબ કર્યો હતો. નાણાકીય વર્ષ 2023માં ખાનગી બેન્કોને જે કુલ દંડ કરવામાં આવ્યો તેના કરતા આ પેનલ્ટીની રકમ વધારે છે.

વર્ષ 2020 અને 2021માં ICICI બેન્કના હિસાબો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ખામીઓ બહાર આવી હતી. RBIને જાણવા મળ્યું કે ICICI બેન્કે પોતાના ડિરેક્ટરો જેમાં બોર્ડ પોઝિશન ધરાવતા હોય તેવી ખાનગી કંપનીઓને લોન આપી હતી. આ રીતે રિઝર્વ બેન્કની ગાઈડલાઈનનો ભંગ કરાયો હતો. આ ઉપરાંત ICICI બેન્કે નોન-ફાઈનાન્સિયલ પ્રોડક્ટનું માર્કેટિંગ તથા વેચાણ પણ કર્યું હતું જે કોમર્શિયલ બેન્કની કામગીરી બહારનું કામ છે.

આ ઉપરાંત ICICI બેન્કમાં જે ફ્રોડ થયા હતા તેની પણ રિઝર્વ બેન્કને સમયસર જાણ કરવામાં આવી ન હતી. તેના કારણે આરબીઆઈએ બેન્કને શો કોઝ નોટિસ આપી હતી. બેન્કે આ નોટિસ સામે આપેલા જવાબ અને મૌખિક નિવેદનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે નક્કી કર્યું કે ICICI બેન્કને પેનલ્ટી કરવી જરૂરી છે.

ICICI બેન્ક અને HDFC બેન્ક ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્કને પણ ચાર કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ બેન્કે પણ રિસ્ક મેનેજમેન્ટ, આઉટસોર્સિંગ, રિકવરી એજન્ટ્સ અને લોન મેનેજમેન્ટ વિશેના નિયમોનો ભંગ કર્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ માર્ચ 2022 મુજબ કોટક બેન્કની નાણાકીય સ્થિતિ જાણી હતી અને તેમાં ઘણી ગેરરિતીઓ જોવા મળી હતી. બેન્કે સર્વિસ પ્રોવાઈડરની કામગીરીનો રિવ્યૂ કર્યો ન હતો અને ઓપરેશન્સના નિયમોનો ભંગ કર્યો હતો.

આ ઉપરાંત બેન્કો જે દિવસે લોન મંજૂર થાય ત્યારથી જ વ્યાજ વસુલતી હતી. વાસ્તવમાં લોનની રકમ રિલિઝ કરવામાં આવે તે તારીખથી વ્યાજ વસુલવું જોઈએ. આ રીતે બેન્કોએ લોનની શરતોનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત પ્રાઈવેટ બેન્કો નાના ઋણધારકો પાસેથી પ્રિપેમેન્ટ પેનલ્ટી વસુલતી હતી. હકીકતમાં લોન લેતી વખતે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. આ તમામ કારણોના કારણે કોટક મહિન્દ્રા બેન્કે પણ દંડ ભરવાનો વારો આવ્યો છે.

Related posts

GST રેટમાં ફેરફાર કરતાં પૂર્વે વેપારી સાથે મંત્રણા કરવા કેટની માંગ

aapnugujarat

૧૦ પૈકી ૭ કંપનીની મૂડી ૭૯૯૨૯ કરોડ વધી

aapnugujarat

બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ

aapnugujarat
UA-96247877-1