Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકી ૭ કંપનીની મૂડી ૭૯૯૨૯ કરોડ વધી

શેરબહજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૦ ટોચની કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૭૯૯૨૯ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. આ કંપનીઓને તેમની માર્કેટ મૂડીમાં વધારો કરવામાં સફળતા મળી છે. જ્યારે ટીસીએસ, મારૂતી સુઝુકી અને કોટક મહિન્દ્રા બેન્કની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. બાકીની અન્ય સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલ, એચડીએફસી બેંક, એસબીઆઈની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઉલ્લેખનિય વધારો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૩૫૧૨૯.૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે તેની માર્કેટ મૂડી વધીને ૩૬૯૨૫૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા સપ્તાહમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની તેની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૨૮૯૧.૫૭ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૨૫૫૭૮૮.૬૮ કરોડ થઈ ગઈ છે. એચડીએફસી અને ઈન્ફોસીસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૧૭૧૨.૨ કરોડ અને ૫૭૨૨.૪૧ કરોડનો વધારો થયો છે. આવી જ રીતે એચડીએફસી બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૫૧૫.૫૩ કરોડ અને ૬૬૫.૩૩ કરોડનો વધારો થયો છે. હેવીવેઈટ કંપની ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી વધીને ૭૧૫૭૭૨.૦૩ કરોડ થઈ ગઈ છે. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઉલ્લેખનિય ઘટાડો થયો છે. જેથી તેની માર્કેટ મૂડી ઘટીને હવે ૭૪૩૯૩૦.૪૪ કરોડ રહી છે. તેની માર્કેટ મૂડીમાં ૨૦૨૨૩૪.૦૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તીવ્ર ઘટાડો થયો હોવા છતાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધુ રહી છે. માર્કેટ મૂડીના મામલે આરઆઈએલ બીજા સ્થાન પર અકબંધ છે. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સમાં સાપ્તાહિક રીતે ૮૪૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ સેન્સેક્સ ૩૭૩૩૭ની લાઈફ ટાઈમ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

Related posts

એરસેલ કેસ : ચિદમ્બરમના સગા સંબંધીઓ સામે તપાસ

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૪ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

ब्याज दरों में कटौती कर सकता है रिजर्व बैंकः एक्सपर्टस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1