Aapnu Gujarat
બિઝનેસ

ટોચની ૧૦ કંપની પૈકીની ૪ કંપનીની મૂડીમાં વધારો

શેરબજારમાં છેલ્લાં સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ૫૪૪૫૬ કરોડનો વધારો થયો છે. આરઆઈએલે હવે ટીસીએસ ઉપર જંગી લીડ મેળવી લીધી છે. ટીસીએસને હવે પ્રથમ ક્રમાંક ઉપર પહોંચવામાં સમય લાગે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લાં સપ્તાહના ગાળામાં આરઆઈએલ, ટીસીએસ, એચયુએલ અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં વધારો નોંધાયો છે જ્યારે એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆી, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૪૦૧૨૩.૬ કરોડ વધીને ૭૮૯૯૫૩.૧૮ કરોડ થઇ ગઇ છે. આની સાથે જ ટોપટેન સૌથી જંગી માર્કેટ મૂડી ધરાવનાર કંપનીઓની યાદીમાં આરઆઈએલ પ્રથમ સ્થાન પર છે. ટીસીએસની માર્કેટ મૂડી ૭૨૦૧૦૧.૩૯ કરોડ નોંધાઈ છે. કોટક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ક્રમશઃ ૫૩૨૧.૭૭ કરોડ અને ૨૦૧૩.૧૨ કરોડ વધી છે. બીજી બાજુ આઈટીસીની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં તેની માર્કેટ મૂડી ૩૪૧૯૯૫.૧૩ કરોડ થઇ છે. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ક્રમશઃ ૯૯૨૫.૩૫ કરોડ અને ૯૫૨૮.૨૯ કરોડ ઘટી ગઈ છે. આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શુક્રવારના દિવસે સેંસેક્સમાં ૩૬૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો.
આની સાથે જ તેની સપાટી ૩૬૦૨૫ રહી હતી. હવે આવતીકાલથી શરૂ થતાં બજેટ સત્રના ગાળા દરમિયાન ટોપની કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડી વધારવા માટે સીધી સ્પર્ધા થશે. વેલ્યુએશનની દ્રષ્ટિએ હવે આરઆઈએલ ખુબ આગળ નિકળી ચુકી છે.

Related posts

હવે રોકેટ બનશે પેટીએમનો શેર ! રેવન્યુમાં 52 ટકાનો ઉછાળો

aapnugujarat

RIL हुई कर्ज मुक्त : मुकेश अंबानी

editor

૧૦૦ ટકા દિવાળી કેશબેકની રિલાયન્સ જીઓ દ્વારા ઓફર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1