Aapnu Gujarat
શિક્ષણ

કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે

કેનેડાને લઈને ભારતીય સ્ટુડન્ટ્‌સની ચિંતાઓ સતત વધતી જાય છે. એક તરફ ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક તણાવ ચાલે છે, બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જોબની પણ અછત છે. તેના કારણે કેનેડામાં સેટલ થવાના ઈરાદાથી ત્યાંની કોલેજોમાં એડમિશન લેવું કે નહીં તે વિશે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ટો પર કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીની હત્યા કરવાનો આરોપ લાગ્યો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. આ ઉપરાંત કેનેડામાં જોબની તક પણ બહુ લિમિટેડ હોય તેવું ભારતીય વિદ્યાર્થીઓને લાગે છે. વર્ષ ૨૦૨૨માં કુલ ૨.૨૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા આવ્યા હતા. તેના કારણે કેનેડિયન એજ્યુકેશન સંસ્થાઓમાં ભારતીય સ્ટુડન્ટની ટકાવારી ઘણી ઉંચી છે. ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ કંપનીના ડેટા મુજબ કેનેડામાં તમામ એજ્યુકેશન લેવલ પર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની સંખ્યા ૮.૦૭ લાખ હતી. જેમાં હાયર એજ્યુકેશન માટે આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તેમાંથી ૫.૫૧ લાખ સ્ટુડન્ટ્‌સને ગયા વર્ષે કેનેડાની સ્ટડી પરમિટ મળી હતી. રિસર્ચ કંપનીનો દાવો છે કે ૨૦૨૨માં કેનેડામાં ભારતીયો પાસે સૌથી વધુ સ્ટડી પરમિટ હતી. ભારતના લગભગ ૨.૨૬ લાખ સ્ટુડન્ટ સ્ટડી પરમિટ ધરાવતા હતા. હરવિંદર સિંહ નામના એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક વિવાદને હું ગંભીરતાથી નથી લેતો. મને મારા ભવિષ્યની ચિંતા છે. અહીં અત્યારે નોકરીઓની અને રોજગારીની તકની ભારે અછત છે. મને એ ચિંતા છે કે હું અહીં અભ્યાસ પૂરો કરીશ પછી મને કામ મળી શકશે કે નહીં. ગ્રેટર ટોરોન્ટો નજીકની કોલેજોમાં ભણતા બીજા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિતેશ નામના એક સ્ટુડન્ટે જણાવ્યું કે તે ગ્રેટર ટોરોન્ટો નજીક એક સંસ્થામાં હેલ્થ સર્વિસનો કોર્સ કરે છે. તેણે અને તેના મિત્રને ભારત-કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક વિવાદની કોઈ અસર નથી પડી. પરંતુ કેનેડામાં ભણતર પૂરું કર્યા પછી તેને સારી જોબ મળશે કે નહીં તે ચિંતાના કારણે તેની ઉંઘ ઉડી ગઈ છે. તેણે કહ્યું કે હું એવા ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ઓળખું છું જેઓ અહીં મેડિકલ ડિગ્રી ધરાવતા હોવા છતાં સારા પગારની જોબ નથી મળતી. તેઓ હાઈ ક્વોલિટી એજ્યુકેશન ધરાવતા હોવા છતાં કેબ ચલાવે છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી કરે છે કે રેસ્ટોરન્ટમાં બિલ કાઉન્ટર પર બેસે છે. અમારા માટે આ બહુ ચેલેન્જિંગ સ્થિતિ છે. કેનેડાના ટોરોન્ટો અને બીજા શહેરોમાં છેલ્લા બે -ત્રણ વર્ષમાં લિવિંગ કોસ્ટ પણ એટલો બધો વધી ગયો છે કે નાની મોટી નોકરી કરીને ટકી રહેવું મુશ્કેલ છે. હરિયાણાથી ભણવા આવેલા એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે એવી આશાએ કેનેડા આવ્યા હતા કે એક વખત અહીં ડિગ્રી મળી જાય ત્યાર પછી અમને સારા પગારની જોબ મળી જશે અને અમે ભારત અમારા માતાપિતાને ડોલર મોકલી શકશું. પરંતુ અમારી પાસે કોઈ જોબ નથી, કોસ્ટ ઓફ લિવિંગ વધતો જાય છે, હેલ્થકેરનો ભારે ખર્ચ આવે છે તેના કારણે એક-એક દિવસ કાઢવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે ઘરે ડોલર મોકલવાનું તો વિચારી પણ શકતા નથી.

Related posts

More 240 seats added in govt-run medical colleges in Gujarat for EWS quota

aapnugujarat

આઇસીએઆઇ દ્વારા ૨૨-૨૩ ડિસેમ્બરે શહેરમાં મેગા સમિટ : સુબ્રમણ્યન સ્વામી ૨૩મીએ અમદાવાદમાં

aapnugujarat

દિયોદરની વાત્સલ્ય સ્કુલમાં ભણતી ધો.૨ની દિતિ ત્રિવેદીને ઈન્ડિયા બુકમાં સ્પેલેડીડ મેમેરી કેટેગરીમાં સ્થાન મેળવ્યું

aapnugujarat
UA-96247877-1